Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diamond Industry :: રફ ડાયમંડના ભાવ વધવાથી જવેલરી ઉદ્યોગનું કામકાજ 40 ટકા સુધી ઘટી ગયું

વિતેલા ચાર થી છ મહિનામાં જ આ કિંમતો આસમાને આંબી ગઇ છે અને મધ્યમ કક્ષાથી લઇને હલકી કક્ષાના રફ હીરાના ભાવોમાં અંદાજે 70 ટકા સુધીનો ભાવ વધારો થઇ ચૂક્યો છે. જેની સીધી અસર ડાયમંડ જ્વેલરી પર પડવા પામી છે.

Diamond Industry :: રફ ડાયમંડના ભાવ વધવાથી જવેલરી ઉદ્યોગનું કામકાજ 40 ટકા સુધી ઘટી ગયું
Rising prices of rough diamonds have reduced the turnover of the jewelery industry by 40 per cent.(Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 8:25 AM

હીરાઉદ્યોગમાં(Diamond )  રફ હીરાની કિંમતમાં નિરંતર થઇ રહેલો વધારો યથાવત રહ્યો છે. જેના કારણે ડાયમંડ જ્વેલરીની(Jewelry )  માગ સાથે ઉત્પાદન (Production ) પર અસર હવે થઇ રહી છે. વિતેલા 6 મહિનાના સમયગાળા દરમિયાન મધ્યમ તથા હલકી કક્ષાના રફ હીરાના ભાવો 70 ટકા સુધી વધી જવાથી તેની સીધી અસ૨ જવેલરીના કામ પર પડી છે અને જ્વેલરીનું કામકાજ પણ અંદાજે 35 થી 40 ટકા સુધી ઘટી ગયું હોવાનું ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું છે.

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Seeing Sign: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

પ્રાપ્ત વિગત મુજબ , દિવાળી બાદના સમયથી આફ્રિકા , રશિયા , ઓસ્ટ્રેલિયા , કેનેડા વગેરે દેશોની કંપનીઓ દ્વારા ઉત્પાદિત થતાં રફ હીરાની કિંમતો સતત વધી રહી છે. વિતેલા ચાર થી છ મહિનામાં જ આ કિંમતો આસમાને આંબી ગઇ છે અને મધ્યમ કક્ષાથી લઇને હલકી કક્ષાના રફ હીરાના ભાવોમાં અંદાજે 70 ટકા સુધીનો ભાવ વધારો થઇ ચૂક્યો છે. જેની સીધી અસર ડાયમંડ જ્વેલરી પર પડવા પામી છે.

રફ હીરાના વધતા ભાવોને કારણે નાના અને મધ્યમ કક્ષાના કારખાનેદારો પૂરતા પ્રમાણમા કામ નહીં કરી શક્તાં સુરતમાં જ્વેલરીનું કામકાજ કરતાં યુનિટોમાં અંદાજે 35 થી 40 ટકા કામકાજ ઘટી ગયું છે. વધુમાં નાના અને હલકી કક્ષાના રફ હીરામાં વધતા રહેલા ભાવોને – કારણે સ્થાનિક હીરા ઉદ્યોગમાં નાના તથા હલકી કક્ષાના હીરામાં 45 થી 50 ટકા તથા ઊંચી રફમાં લગભગ 30 ટકા સુધીની અછત વર્તાઇ રહી છે.

બીજી તરફ જે રીતે રફ હીરાના ભાવો વધ્યા છે એ રીતે તૈયાર હીરાના ભાવોમાં વધારો નહીં થતાં હીરાઉદ્યોગકારો દ્વારા હવેથી હીરાના ઉત્પાદન પર પણ મર્યાદા રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે , સુરત શહે૨ માંથી દર વર્ષે અમેરિકા , હોંગકોંગ , દુબઇ અને યુરોપના દેશોમાં લગભગ 8 થી 9 હજાર કરોડની જ્વેલરી એક્ષ્પર્ટ કરવામાં આવે છે. જે એક્ષ્પોર્ટમાં રફ હીરાના વધતાં ભાવોના કારણે ઘટાડો થયો છે.

આમ છેલ્લા છ મહિનામાં રફ હીરાના ભાવ વધ્યા છે. જેના કારણે મધ્યમ તથા હલકી કક્ષાના રફ હીરામાં 50 ટકા અને ઊંચી કક્ષાના હીરામાં 35 ટકા સુધીની અછત જોવા મળી રહી છે. જેની સીધી અસર ડાયમંડ જવેલરીના ઉત્પાદન પર પડી છે. આ ઉત્પાદન 40 ટકા જેટલું ઘટી ગયું છે. આવનારા દિવસોમાં તેમાં સુધારો આવે તેવી અપેક્ષા જ્વલેરી ઉત્પાદકો રાખી રહ્યા છે.

આ પણ વાંચો :

Surat : 18 વર્ષ બાદ કતારગામ જીઆઈડીસીનો પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન હલ થવા તરફ

Surat : કોરોનાએ શીખવ્યું બચત કરતા, RTOમાં ગોલ્ડન-સિલ્વર નંબરની માંગમાં ઘટાડો

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">