સુરતના આ માર્કેટની અદ્દભુત કામગીરી, જાણો કઈ રીતે કરે છે વરસાદી પાણીનો સંગ્રહ

સુરતના કાપડવેપારીઓએ પણ જળ સંચય માટે માર્કેટમાં વોટર હારવેસ્ટિંગ પ્લાન્ટ બનાવીને નવી પહેલ કરી છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાંના એક માર્કેટે નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરતના આ માર્કેટની અદ્દભુત કામગીરી, જાણો કઈ રીતે કરે છે વરસાદી પાણીનો સંગ્રહ
ગુડલક માર્કેટ સુરત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 15, 2021 | 4:20 PM

સુરત મહાનગરપાલિકા દ્વારા જળ એ જ જીવન છે સૂત્ર હેઠળ પાણી બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન હારવેસ્ટિંગ પ્રોજેકટ હેઠળ તાપી નદીના કિનારે તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં પ્લાન્ટ બનાવી રહી છે. ત્યારે સુરતના કાપડવેપારીઓએ પણ જળ સંચય માટે માર્કેટમાં વોટર હારવેસ્ટિંગ પ્લાન્ટ બનાવીને નવી પહેલ કરી છે.

દર વર્ષે ઉનાળા માં પીવાના પાણીની સમસ્યા ઉભી થતા ઉનાળો ખૂબ આકરો રહે છે. અનેક વિસ્તારોમાં પાણીની મોટી સમસ્યા પણ સર્જાય છે. બોરવેલની સંખ્યા વધતા જમીનમાં પણ પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં બોરવેલ કરવા છતાં પણ પાણી મળતું નથી. ત્યારે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાંના એક માર્કેટે નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુડલક માર્કેટના વેપારીઓએ પણ થોડાં વર્ષ પહેલાં બોરવેલ બનાવી હતી. પણ તેમાં પાણીનું સ્તર નીચું હોવાથી પૂરતું પાણી મળતું ન હતું. જેથી તેમણે એવું આયોજન કર્યું કે વરસાદી પાણીનો સીધો સંગ્રહ કરી શકાય. માત્ર સંગ્રહ જ નહીં પણ આ રેઇન વોટર હારવેસ્ટિંગ સિસ્ટમમાં વરસાદી પાણીની લાઈન નાંખવાની સાથે તે ચોખ્ખું અને શુદ્ધ રહે તે માટે અંદર જ ફિલ્ટર અને રિસાઈકલિંગ થઈ જાય તેવી સિસ્ટમ મુકવામાં અવી છે. જેથી કોઈ વેસ્ટજ પણ નહીં જાય અને પાણીની શુદ્ધતા પણ જળવાઈ રહે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

વોટર હારવેસ્ટિંગ પ્લાન્ટમાં વરસાદનું પાણી ફિલ્ટર થઈને 200 મીટર ઊંડા બોરવેલમાં જાય છે. જેનાથી વરસાદી પાણી સીધુ જમીનના તળ સુધી જાય છે. પછી એ જ પાણી બોરના ઉપયોગથી વાપરી શકાય છે. આ પ્લાન્ટ શરૂ થતાં જ આસપાસના માર્કેટમાં પણ મીઠું અને પૂરતું પાણી આવવા લાગ્યું છે. જેથી હવે અન્ય માર્કેટના વેપારીઓ પણ આવા પ્લાન્ટ બનાવવાનો વિચાર કર્યો છે.

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ગુડલક માર્કેટ પહેલું એવું બન્યું છે જેણે આ પહેલ કરીને અન્ય માર્કેટને ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે વરસાદનું નકામુ વહી જતું પાણી સંગ્રહ કરીને તેને ઉપયોગમાં લઈ શકાય છે. સુરતમાં એક દિવસમાં જો 4 ઇંચ વરસાદ પડે તો આટલા વરસાદમાં જ આ માર્કેટમાં 50 હજાર લીટર પાણી વેડફતા બચી જાય છે. અને આ જ પ્રમાણે જો આ વર્ષે સારો વરસાદ રહ્યો તો સમગ્ર માર્કેટનું 80 ટકા પાણી બચાવી શકાશે. એટલે કે અંદાજે 25 લાખ લીટર વરસાદી પાણી જમીનમાં ઉતારી શકાશે.

રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માર્કેટમાં શરૂ કરનાર વેપારી દિનેશ કટારીયા કહે છે કે 3 વર્ષ પહેલાં તેમણે આ સિસ્ટમની શરૂઆત ગુડલક માર્કેટમાં કરી હતી. અને આજે તેને અનુસરીને ટીટી માર્કેટ, જેજે માર્કેટ પણ આ દિશામાં વરસાદી પાણી સંગ્રહ કરવાના રસ્તે જવાનો વિચાર કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતની આ યુવતીએ અમેરિકામાં હાંસલ કરી એવી સિદ્ધી, કે તમને પણ જાણીને થશે ગર્વ

આ પણ વાંચો: લો બોલો! અમેરિકાએ આ દેશને વેક્સિનની 80 શીશી આપીને ટ્વીટર પર કરી જાહેરાત, લોકોએ ઉડાવી મજાક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">