AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની આ યુવતીએ અમેરિકામાં હાંસલ કરી એવી સિદ્ધી, કે તમને પણ જાણીને થશે ગર્વ

યુએસ નેવીને દુનિયાભરમાં સૌથી આકરી અને સખત ગણાય છે. તેથી યુવતીઓ નેવીમાં ટ્રેનિંગ લેવાનો વિચાર પણ ભાગ્યે જ કરે છે. તેમ છતાં નૈત્રી પટેલે US નેવીમાં સ્થાન મેળવ્યું છે.

ગુજરાતની આ યુવતીએ અમેરિકામાં હાંસલ કરી એવી સિદ્ધી, કે તમને પણ જાણીને થશે ગર્વ
નૈત્રી પટેલ
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 15, 2021 | 4:02 PM
Share

અમેરિકા ખાતે વસતાં નાના – નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી નૈત્રી પટેલની US નેવીમાં પસંદગી થઇ છે. આ યુવતી દક્ષિણ ગુજરાતના ચીખલી પાટીદાર સમાજ અને વાંઝણા ગામમાંથી આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતની આ પહેલી યુવતી હશે જેણે આ સિદ્ધિ મેળવી છે.

10 અઠવાડિયાની આકરી ટ્રેનિંગમાંથી પસાર થયા બાદ યુએસ નેવીમાં નિમણૂંક પામતાં નૈત્રી પટેલના પરિવારજનોનો ઉત્સાહ પણ ખૂબ વધ્યો છે. અમેરિકાને કર્મભૂમિ બનાવનારા ગુજરાતીઓ હવે ત્યાં પણ અલગ – અલગ ક્ષેત્રોમાં પોતાનો ડંકો બજાવી રહ્યા છે.

એવું કહેવાતું કે વિદેશમાં વસતા ગુજરાતીઓ ફક્ત હોટેલ કે મોટેલના બિઝનેસ પૂરતા જ સીમિત રહી જાય છે. પરંતુ હવે ગુજરાતીઓની ઓળખ વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ચુકી છે. અને હવે તેઓ પણ નેવી જેવી ફિલ્ડની પસંદગી કરી રહ્યા છે.

ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના મિસીસીપી ખાતે વસતાં પોતાના નાના અને નાનીના ઘરે નેત્રી ગઈ હતી. જ્યાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણીએ યુએસ નેવીમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો.

યુએસ નેવીને દુનિયાભરમાં સૌથી આકરી અને સખત ગણાય છે. તેથી યુવતીઓ નેવીમાં ટ્રેનિંગ લેવાનો વિચાર પણ ભાગ્યે જ કરે છે. તેવામાં પરિવાર થોડો અમસંજસમાં હતો કે નૈત્રીને યુએસની નેવી ટ્રેનિંગ માટે મોકલવી કે નહિ.

પરંતુ નૈત્રીનો આત્મવિશ્વાસ ગજબનો હતો. તેણીએ જે ધાર્યું હતું તે કરી બતાવવાનું નક્કી કરી દીધું. 10 અઠવાડિયાની આકરી ટ્રેનિક બાદ તેણીને યુએસની નેવીમાં સેઇલર માટે પસંદગી થઈ ગઈ.

નૈત્રીની આ સિદ્ધિથી માત્ર મિસીસીપીમાં રહેતા એનઆરઆઈ પરિવારો જ નહીં પરંતુ ચીખલીમાં રહેતા તેના પરિવારજનોમાં પણ આનંદની અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે.

નૈત્રીના પિતા નિરવ પટેલ જણાવે છે કે શિકાગો ખાતે આવેલા નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટર આવેલુ છે. જ્યાં બધા ઉમેદવારોને 10 અઠવાડિયાની ટ્રેનિંગ આપવામાં આવે છે. દર અઠવાડિયે આ ટ્રેનિંગ સેશન વધુ ને વધુ સખ્ત બનાવવામાં આવે છે. જેના કારણે મોટા ભાગના ઉમેદવારો અધવચ્ચેથી હિંમત હારીને ટ્રેનિંગ છોડી દેતા હોય છે. નૈત્રી જેવા ઘણા ઓછા ઉમેદવારો એવા હોય છે જે આ સિદ્ધિ મેળવવામાં સફળ રહે છે.

આ પણ વાંચો: Surat: સુરત શહેરનાં વાતાવરણમાં પલટો, શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

આ પણ વાંચો: Surat: કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા 150 પરિવારોને અમેરિકાના ગુજરાતી પરિવારોએ કરી 8 લાખની સહાય

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">