લો બોલો! અમેરિકાએ આ દેશને વેક્સિનની 80 શીશી આપીને ટ્વીટર પર કરી જાહેરાત, લોકોએ ઉડાવી મજાક

ભારતે તેની રસી મિત્રતાના ભાગરૂપે કોનિશિલ્ડના 40,000 ડોઝ ત્રિનિદાદ-ટોબેગોને આપ્યા હતા. એ જ દેશને અમેરિકાએ વેક્સિન ડિપ્લોમસીના નામે 80 શીશી આપી છે.

લો બોલો! અમેરિકાએ આ દેશને વેક્સિનની 80 શીશી આપીને ટ્વીટર પર કરી જાહેરાત, લોકોએ ઉડાવી મજાક
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 15, 2021 | 3:27 PM

કોરોનાથી વિશ્વ લડી રહ્યું છે. આ દિવસોમાં અમેરિકા વેક્સિન ડિપ્લોમેસીના કામમાં લાગ્યું છે. પોતાના દેશના મોટાભાગના લોકોને વેક્સિન આપ્યા બાદ હવે અમેરિકાનું તંત્ર બાકીના દેશોમાં પ્રાથમિકતાના આધારે વેકિસન આપી રહ્યું છે.

આ વચ્ચે અમેરિકાએ કેરેબિયન દેશ ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં રસીની 80 શીશીઓ મોકલી છે. એટલું જ નહીં પરંતુ અમેરિકા અને તેની એમ્બેસી આ ચેરિટીને પ્રોત્સાહિત કરવામાં વ્યસ્ત છે. જો કે આ પ્રોમોશન સાવ ઊંધું પડી ગયું. અને લોકોએ તેમના આ પ્રમોશનની પોસ્ટ પર ખરું ખોટું સંભળાવી દીધું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સોશિયલ મીડિયા પર ઉડી મજાક

અમેરિકા એમ્બસી દ્વારા આ 80 શીશીના દાનને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવી હતી. યુઝર્સ અમેરિકાના આ દાન પર ગુસ્સા સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના યુઝર આ પ્રકારની માત્ર 80 શીશીના દાનને પ્રમોટ કરવાની અમેરિકાની નિતીની મજાક ઉડાવી રહ્યા છે. આટલું જ નહીં ઘણા લોકો અને યુઝરો પણ મજાક સાથે ગુસ્સો બતાવી રહ્યા છે.

ભારતે આપ્યા છે આટલા ડોઝ

કેટલાંક સોશિયલ મીડિયા યુઝર્સે અહેવાલ આપ્યો છે કે ભારતે તેની રસી મિત્રતાના ભાગરૂપે કોનિશિલ્ડના 40,000 ડોઝ ત્રિનિદાદ-ટોબેગોને આપ્યા હતા.

80 શીશીમાંથી 200 લોકોને લાગશે વેક્સિન

એક યુઝરનું કહેવું છે કે ફાઈઝરના એક બોક્સમાં 195 શીશી હોય છે. આવામાં અમેરિકા બોક્સ ખોલીને તેમાંથી કેટલીક શીશી અન્ય દેશને મોકલી રહ્યું છે. ફાઈઝરની એક શીશીમાં 5 ડોઝ હોય છે. આવામાં ત્રિનિદાદ એન્ડ ટોબેગોને મોકલવામાં આવેલી શીશીથી 400 ડોઝ બનશે. અને બે ડોઝ એક વ્યક્તિની ગણતરીથી માત્ર 200 લોકોને વેક્સિન આપી શકાશે.

સોશિયલ મીડિયા પર યુઝર ખુબ મજાક ઉડાવી રહ્યા છે. બુરહાન હયાત નામના યુઝરે લખ્યું કે “વિચારી રહ્યો છું વધારે જ વેક્સિન આપી દીધી, થોડી પાછી માંગી લો.”

તો અન્ય એક યુઝરે આ બાબતે અમેરિકાની મજાક ઉડાવતા કહ્યું કે “આટલા ડોઝ એક નર્સિંગ હોમને દાન આપવા માટે બરાબર છે, સમગ્ર દેશ માટે નહીં.”

તો અન્ય એક યુઝરે ત્રિનીદાદ એન્ડ ટોબેગોના વેકસીન ડોનેશન પર કરેલા અન્ય યુઝરના ટ્વીટને રિટ્વીટ કરીને મજાક ઉડાવી છે.

આ પણ વાંચો: સુશાંતની જગ્યાએ હવે આ અભીનાતા ‘પવિત્ર રિશ્તા 2.0’ માં બનશે માનવ, અંકિતા લોખંડે સાથે કરશે કામ

આ પણ વાંચો: શું વાત છે! Taarak Mehta સિરિયલ પર હવે બનશે ફિલ્મ! જાણો શું કહ્યું શોના નિર્માતા અસિત મોદીએ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">