Surat: 6 મોતના જવાબદાર કોણ? ખુલ્લેઆમ ખાડીમાં ઠલવાતું હતું ઝેરી કેમિકલ, સચિન GIDCની ઘટનામાં ચોંકાવનારી વિગતો
સુરતની સચિન GIDCની ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવવાના કારણે લીકેજથી 6 શ્રમિકોનાં મોત થયા છે.. જેને લઈ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
Surat: સુરતની સચિન GIDCમાં (Sachin GIDC) કેમિકલ લીકેજથી મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરી કેમિકલ લીકેજ થતાં 5 શ્રમિકો મોતને ભેટ્યા છે.. જ્યારે 15 લોકોની હાલત ગંભીર છે.. તેમને સારવાર અર્થે આસપાસની હોસ્પિટલો અને કેટલાકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર હતું. આ ટેન્કર અંકલેશ્વરથી આવ્યું હતું.
વડોદરા પાસિંગનું ટેન્કર
તો જણાવી દઈએ કે આ ઘટનાને લઈને સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કલમ 304, 120 બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવાની કામગીરી કરવામાં આવી છે. સાથે જ FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. કેમિકલ માફિયા દ્વારા ખાડીમાં કેમિકલ ઠાલવવામાં આવતું હતું. ત્યારે આ ટેન્કર વડોદરા પાસિંગનું હોવાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા રવાના થઇ છે. ટેન્કરનો નંબર GJ 06 ZZ 6221 છે.
ટેન્કરમાંથી ખાડીમાં ઠલવાતું હતું કેમિકલ
ટેન્કરમાંથી ખાડીમાં કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન લીકેજ થતાં 8થી 10 મીટરમાં કેટલાક કામ કરતા શ્રમિકો અને કિટલી પર ઉભા રહેલા લોકોને ઝેરી કેમિકલની અસર થવા લાગી હતી. તેઓ ટપોટપ પડવા લાગ્યા હતા. જોતજોતામાં ગુંગળામણથી 6 શ્રમિકો મોતને ભેટ્યા. ગુંગળામણથી જે લોકોનાં મોત થયા છે તેમાં 30 વર્ષીય સુલતાન, 20 વર્ષીય કાલીબેન, 30 વર્ષીય સુરેશ અને 30-30 વર્ષના બે યુવકોનો સમાવેશ થાય છે.
અસ્વસ્થ મજૂરોને દાખલ કરાયા
ડૉક્ટર ઓમકાર ચૌધરીએ કહ્યું કે, ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન, સર્જરી, એનેસ્થેસિયા સહિતના સિનિયર ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સ તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ તમામ મેડિકલ ઑફિસરને પણ બોલાવી લેવાયા હતા. ખડેપગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે. ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ધ્રુતી પરમાર પણ ટ્રોમા સેન્ટરમાં દોડી આવ્યા હતા. તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોય એમ કહી શકાય છે. હાલ દાખલ કરાયેલા દર્દીઓમાં પણ ધ્યાન અપાઇ રહ્યું છે.
4.15 વાગ્યાની ઘટના
108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સના મેનેજરે કહ્યું કે ઘટના લગભગ સવારના 4.15 વાગ્યાની હતી. પ્રથમ કોલ સચિન લોકેશનની એમ્બ્યુલન્સને મળ્યો હતો. ત્યારબાદ ઘટનાસ્થળે અનેક દર્દીઓ ગુંગળાયેલી હાલતમાં હોવાથી લગભગ વિવિધ લોકેશનની 10 એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. ઓછામાં ઓછા 29 અસરગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર સાથે સિવિલ લઈ જવાયા હતા.
આ પણ વાંચો: વાહ…! ગુજરાતના આ જિલ્લામાં 52 ટકા કિશોરોને આપાઈ ગઈ કોરોના વેક્સિન, માત્ર 3 દિવસમાં હાંસલ કરી આ સિદ્ધિ
આ પણ વાંચો: ગાંધીના ગુજરાતમાં મહાત્માના હત્યારા ગોડસેની ફરી પૂજા, જાણો કોણે છંછેડ્યો વિવાદનો આ મધપુડો