ગાંધીના ગુજરાતમાં મહાત્માના હત્યારા ગોડસેની ફરી પૂજા, જાણો કોણે છંછેડ્યો વિવાદનો આ મધપુડો
જામનગરમાં ગોડસેના નામે ફરી વિવાદ થયો છે. ગેડસેને મહાત્મા ગણાવી હિન્દુ સેનાએ ગોડસે ગાથા શરૂ કરી છે.
જામનગરમાં (Jamnagar) ફરી ગોડસેના નામે વિવાદને (Godse controversy) છંછેડાયો છે. થોડા સમયે પહેલા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને મહાત્મા ગણાવીને તેની મૂર્તિની સ્થાપતા હિન્દુ સેનાએ કરી હતી. જેને કોંગ્રેસના કાર્યકરોએ એક દિવસ બાદ તોડી પાડી હતી. ફરી હિન્દુ સેનાએ ગોડસેની ગાથાની શરૂઆત કરીને વિવાદના મધપુડાને છંછેડયો છે.
શહેરમાં હિન્દુ સેના દ્રારા ગોડસેને મહાત્મા ગણાવીને તેની ગાથાની શરૂ કરી છે. જેમાં કેટલાક યુવાનો જોડાયા હતા. ગોડસેએ 8 નવેમ્બર 1949 કોર્ટમાં પોતાના આપેલું છેલ્લું નિવેદન આ ગોડસે ગાથામાં જાહેર કરાયું હતું. તો બીજી તરફ ગોડસેના નામે સસ્તી પ્રસિધ્ધી મેળવા માટે ભાજપના મણતિયાઓ દ્રારા પ્રયાસ થતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
Latest Videos