વાહ…! ગુજરાતના આ જિલ્લામાં 52 ટકા કિશોરોને આપાઈ ગઈ કોરોના વેક્સિન, માત્ર 3 દિવસમાં હાંસલ કરી આ સિદ્ધિ

રાજ્યભરમાં જોરશોરથી કિશોરોના વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતના આ જિલ્લામાં અડધાથી વધુ કિશોરોને વેક્સિન અપાઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 8:56 AM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15થી 18 વર્ષના સગીરોને રસીકરણ માટે 140 જેટલા સેશન હેઠળ કામગીરી કરવામાં આવી છે. 15 થી 18 વર્ષના 38 હજારથી વધુ સગીરોનું રસીકરણ કરવામાં આવનાર છે. તે પૈકી અત્યારસુધી 20 હજાર જેટલા સગીરોને રસી અપાઈ ચુકી છે. એટલે કે 52 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. માત્ર 3 દિવસમાં જિલ્લાના અડધાથી વધુ બાળકોને વેક્સિન અપાઈ જતા તંત્ર પણ હોંશે હોંશે કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં આ કામગીરી 100 ટકા પુર્ણ કરી દેવાશે એવું આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. 4 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 2265 કેસો નોંધાયા હતા, તો 5 જાન્યુઆરીએ 3350 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 11 હજાર નજીક એટલે કે 10,994 પર પહોચ્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150 કેસ, રાજકોટ શહેરમાં 141 અને આણંદમાં 114 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં અમરેલીમાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,126 થયો છે.

 

આ પણ વાંચો: Australian Open: વિશ્વના નંબર 1 ટેનિસ પ્લેયરને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ ના અપાયો, વેક્સિન સ્ટેટસ બતાવવાનો કર્યો હતો ઇન્કાર!

આ પણ વાંચો: Mumbai Corona Alert: છેલ્લા ત્રણ દિવસમાં મુંબઈના 230 ડૉક્ટરો કોરોના સંક્રમિત મળ્યા, બેસ્ટના 66 કર્મચારીઓ પોઝિટિવ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">