Surat : ઉમરા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી લીધો, ટુ વ્હીલરને ચોરી કરવાની હતી ખાસ મોડસ ઓપરેન્ડી

સુરત (Surat) શહેરના પોશ વિસ્તારમાં આવેલી ઉમરા પોલીસે એક રીઢા વાહનચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી 5 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.

Surat : ઉમરા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી લીધો, ટુ વ્હીલરને ચોરી કરવાની હતી ખાસ મોડસ ઓપરેન્ડી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 31, 2023 | 7:14 PM

સુરત શહેરમાં લોકોના વાહન ચોરી થતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે, ત્યારે સુરત શહેરના પોશ વિસ્તારમાં આવેલી ઉમરા પોલીસે એક રીઢા વાહનચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી 5 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. જ્યારે આ ઈસમ માત્રને માત્ર ટુ વ્હીલરની જ ચોરી કરતો હતો અને ચોરીના આ ટુ વ્હીલર એક સાથે વેચવાનો હતો, જો કે તે પહેલા જ તે પોલીસના હાથે લાગી ગયો.

આ પણ વાંચો-Gujarat Video: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસાને 56 કરોડના વિકાસકામોની આપી ભેટ, વર્ચ્યૂઅલ હાજર રહી કર્યું લોકાર્પણ

બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો

સુરતના ઉમરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમ્યાન બાતમીના આધારે ઉમરા પાલ બ્રીજ પાસેથી ભટાર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય આરોપી પ્રેમ વિનોદભાઈ સનચેતીને એક મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જે માહિતી સામે આવી તે ચોંકાવનારી હતી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી પાર્કિંગમાં જે વાહનોના સ્ટેયરિંગ લોક ખુલ્લા હોય તેવા વાહનોને ટાર્ગેટ કરી મોપેડ અથવા ઓલા બાઈક સર્વિસને કોલ કરીને બોલાવતો હતો અને મારી ગાડીની ચાવી ખોવાઈ ગયી છે. તેમ કહી ચાવી વાળાને ત્યાં સુધી પગથી ધક્કો મારી પહોચાડી આપો તેમ કહેતો. આમ આરોપીએ કુલ 5 મોપેડની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

પોલીસ તપાસમાં ઉમરા પોલીસ મથકના બે અને અલથાણ પોલીસ મથકના ૩ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. તેમજ ઝડપાયેલો આરોપી સામે ભૂતકાળમાં ખટોદરા પોલીસ મથકમાં ઠગાઈનો તેમજ ઉમરા પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. આ મામલે ઉમરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">