AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પોલીસ સ્મૃતિ દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી,ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા

Surat : સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ શહિદ દિવસ(Police Commemoration Day)ની ઉજવણી કરાઇ હતી. પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસ શહીદ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં રેન્જ આઇજી,જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.સુરત જિલ્લા પોલીસ દ્વારા શહીદ થયેલા પોલીસ કર્મીઓની વીરતાને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.21 ઓકટોબર પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઓળખાય છે.

Surat : પોલીસ સ્મૃતિ દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી,ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 12:53 PM
Share

Surat : સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ સ્મૃતિ  દિવસ(Police Commemoration Day)ની ઉજવણી કરાઇ હતી. પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસ શહીદ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં રેન્જ આઇજી,જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.સુરત જિલ્લા પોલીસ(Surat Police) દ્વારા શહીદ થયેલા પોલીસ કર્મીઓની વીરતાને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

21 ઓકટોબર પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઓળખાય છે. વર્ષ 1959 માં CRPF જવાનો અને IB ના અધિકારીઓની ટુકડી પર લડાખના અક્ષાઈ ચીન હોટ સ્પ્રિંગ(Aksai China Hot Spring area of Ladakh) વિસ્તારમાં ચીને હુમલો કર્યો હતોજેમાં 10 પોલીસ જવાનો શહીદ થયાં હતાં અને ૭ જવાનો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.

આ શહીદ જવાનોની યાદમાં આજના દિવસને પોલીસ સ્મૃતિ  દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજે કામરેજના ઘલુડી ખાતે આવેલ જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસ શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આવસરે રેન્જ આઇજી વી ચંદ્રશેકર,જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ દ્વારા શહીદ થયેલા પોલીસ જવાનોને યાદ કરવામાં આવ્યા હતા અને તેમના કર્તવ્ય તેમજ ફરજ પાલન કરતાં સમયે શહીદ થયેલા તમામ પોલીસ કર્મીઓને વિનમ્રતા પૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

પોલીસ સ્મૃતિ  દિવસનું મહત્વ

પોલીસ મેમોરિયલ ડે એ એક મહત્વપૂર્ણ દિવસ છે જે આપણને તે પોલીસકર્મીઓને યાદ કરવાની તક આપે છે જેમણે દેશની સેવા કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

  1. શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ: પોલીસ સ્મૃતિ દિવસનો સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય એવા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે દેશની સેવા કરતી વખતે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. આ દિવસે દેશભરમાં શહીદ સ્મારકો પર પોલીસકર્મીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે.
  2. પોલીસકર્મીઓના બલિદાનને યાદ રાખવાનો પ્રયાસ : પોલીસ શહીદ દિવસ આપણને તે પોલીસકર્મીઓના બલિદાનને યાદ કરવાની તક આપે છે જેમણે દેશની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આ દિવસે, પોલીસકર્મીઓના બલિદાનને યાદ કરવામાં આવે છે અને તેમની બહાદુરીનું સન્માન કરવામાં આવે છે.
  3. પોલીસકર્મીઓ પ્રત્યે આદર વધારવોઃ પોલીસ શહીદ દિવસ એ પોલીસકર્મીઓ પ્રત્યે આદર વધારવાનો અવસર પણ છે. આ દિવસે પોલીસકર્મીઓના યોગદાન અને બલિદાનને યાદ કરવામાં આવે છે. તેનાથી લોકોમાં પોલીસકર્મીઓ પ્રત્યે માન અને સન્માન વધે છે.

Input Credit : – Mehul Bhokalva, Olpad

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">