Surat Policeની પ્રશંસનીય કામગીરી, ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ થકી કુલ 13.20 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો
Surat News: સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ઓડિટોરીયમ હોલ ખાતે પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉમરા પોલીસ મથકના ચોરીના 10 ગુના ઉકેલાયા હતા. જેમાં 13.20 લાખની કિંમતનો મુદ્દામાલ તેમના મૂળ માલિકને પરત કર્યા હતા.
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ઓડિટોરીયમ હોલ ખાતે પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉમરા પોલીસ મથકે 10 ગુનાના ભેદ ઉકેલી 13.20 લાખનો મુદામાલ પરત કર્યો હતો. આ મુદ્દામાલમાં સોના ચાંદીના દાગીના, મોપેડ,મોબાઈલ સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
પોલીસ પર સતત આક્ષેપ થતા હોય છે કે તે યોગ્ય કામગીરી કરતી નથી, પોલીસ વારંવાર ધક્કા ખવરાવે તેવી માનસિકતા લોકોમાં હોય છે. પરંતુ સુરત પોલીસે લોકોની આવી માનસિકતા દૂર કરી છે. સુરત પોલીસે અનેક ગુનાના ભેદ ઉકેલી લોકોની વિવિધ વસ્તુ પરત કરી છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ઓડિટોરીયમ હોલ ખાતે તેરા તુજકો અર્પણ નામથી પોલીસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કુલ 13.20 લાખની કિંમતનો મુદ્દામાલ પરત કર્યો
પોલીસે આ કાર્યક્રમમાં ઉમરા પોલીસ મથકના ચોરીના 10 ગુના ઉકેલાયા હતા. જેમાં કુલ 13.20 લાખની કિંમતનો મુદ્દામાલ તેમના મૂળ માલિકને પરત કર્યા હતા. આ મુદ્દામાલમાં સોના ચાંદીના દાગીના, 4 લાખની રોકડ,4 મોબાઈલ, એક મોપેડ, તથા 3.75 લાખની રોલેક્ષ ઘડિયાળ વગેરે મુદ્દામાલ કોર્ટમાંથી હુકમ મેળવી મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 2 લાખની કિંમતના 20 મોબાઈલ પણ શોધી કાઢી મૂળ માલિકને આપવામાં આવ્યા હતા.
લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી
લોકોને પોતાની વસ્તુ પરત મળતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ તેમજ ડીસીપી સાગર બાગમરે સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે ડીસીપી સાગર બાગમરે જણાવ્યુ્ં હતું કે ઉમરા પોલીસ મથકમાં ચોરી, સ્નેચીગ જેવા ગુના ઉકેલી નાખ્યા હતા. જે મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અલગ – અલગ 25 જેટલા લોકોને મુદ્દામાલ પરત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…