Surat : કામરેજ ઉંભેળ ગામે ખાડાથી પરેશાન લોકોની ફરિયાદ સાંભળવા માર્ગ મકાન મંત્રી રોડ પર ઉતર્યા

આજે માર્ગ મકાન મંત્રીએ ગ્રામજનોનો(Villagers ) રોષ શાંત પાડવા માટે અહીં જાતે જ મુલાકાત લઈને આ ફરિયાદ નું જલ્દી નિરાકરણ લાવવા માટે હૈયા ધરપત આપી હતી.

Surat : કામરેજ ઉંભેળ ગામે ખાડાથી પરેશાન લોકોની ફરિયાદ સાંભળવા માર્ગ મકાન મંત્રી રોડ પર ઉતર્યા
Minister visits Kamrej Roads (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 10:26 PM

કામરેજ (Kamrej ) તાલુકા ના ઉભેળ ગામે રાષ્ટ્રીય ધોરી માર્ગ 48 પર પડેલા ખાડા(Potholes ) મામલે સ્થાનિકો એ હદે પરેશાન થઇ ગયા હતા કે વહીવટી તંત્રને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આખરે તેઓએ કામરેજ પોલીસ માં અરજી આપી હતી. મસ મોટા ખાડા અને ટ્રાફિક જામ સમસ્યા વિકરાળ થતાં આજે કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદી મુલાકાત લીધી હતી. સુરત જિલ્લા ના કામરેજ તાલુકા ના ઉભેળ ગામ નજીક અમદાવાદ મુંબઇ રાષ્ટ્રિય ધોરી માર્ગ 48 પર મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે અહીં ટ્રાફિક જામ ની સમસ્યા ઉદ્ભવી રહી છે. ઘણા દિવસો થી વરસાદ પણ બંધ થઈ ગયો છે. છતાં હાઈ વે ઓથોરિટી અને જવાબદાર એજન્સી દ્વારા કોઈ કામગીરી કરાઈ ના હતી. તેમજ વરસાદ દરમિયાન જે પુરાણ કરવામાં આવ્યું ત્યાં હવે ધૂળ ની ડમરીઓ ઉડતા લોકો હેરાન થઈ રહ્યા છે.

ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરવા ખાતરી :

અનેકવાર રજૂઆતો સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. જોકે હવે લોકો લડત આપવા રસ્તા પર આવતા મામલો ઉગ્ર બન્યો હતો. અને રાજ્ય ના માર્ગ મકાન વિભાગ ના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ઉભેળ ગામ ની મુલાકાત લીધી હતી. અને ગ્રામજનો ના પ્રશ્નો સાંભળી આગામી ત્રણ દિવસ માં સંપૂર્ણ કામગીરી કરવા સૂચન કરાયું હતું.

ગ્રામજનોએ કરી હતી હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સામે પોલીસમાં અરજી :

કામરેજના ઉભેળ નજીક બની રહેલ બ્રિજની જગ્યા એ બાજુ માં સર્વિસ રોડ પણ કાર્યરત છે. જ્યાં હવે પાકો માર્ગ બનાવી દેવા માંગ કરવામાં આવી છે. તેમજ અનેકવાર રજૂઆતો છતાં આ કામગીરી કરાઈ નહીં હતી. જે બદલસુરજકુમાર સિંઘ સહિત ના હાઈ વે ઓથોરિટી ના અધિકારી ઓ સામે ગુનો પણ નોંધવા ગ્રામજનો એ કામરેજ પોલીસ માં અરજી આપી છે. અને આગામી 5 દિવસ માં કામગીરી નહીં કરાય તો ફરી રસ્તા રોકો આંદોલન કરવા ચીમકી આપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આમ રસ્તા મામલે ગ્રામજનોની ફરિયાદ થી ઓહાપોહ મચી જતા આખરે આજે માર્ગ મકાન મંત્રીએ ગ્રામજનોનો રોષ શાંત પાડવા માટે અહીં જાતે જ મુલાકાત લઈને આ ફરિયાદ નું જલ્દી નિરાકરણ લાવવા માટે હૈયા ધરપત આપી હતી. આગામી ત્રણ દિવસમાં રસ્તાની આ કામગીરી પૂર્ણ કરવા માટે ખાતરી આપવામાં આવી છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">