સુરત : સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ જટિલ સર્જરી દ્વારા યુવતીને ફરી ચાલતી કરી
સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબો સહિતની ટીમે વાપીની 21 વર્ષીય યુવતીની મલ્ટીલિગામેન્ટની બે મહિનામાં બે સર્જરી કરીને ચાલતી કરી હતી. અત્યંત કઠિન માનવામાં આવતી આ સર્જરી સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રથમ વખત કરતા સફળતા હાંસલ કરી છે.

સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબો સહિતની ટીમે વાપીની 21 વર્ષીય યુવતીની મલ્ટીલિગામેન્ટની બે મહિનામાં બે સર્જરી કરીને ચાલતી કરી હતી. અત્યંત કઠિન માનવામાં આવતી આ સર્જરી સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રથમ વખત કરતા સફળતા હાંસલ કરી છે.
નવી સિવિલ હોસ્પિટલ ખાતેના અર્થોપેડિક વિભાગના તબીબો દ્રારા એક જટિલ સર્જરી કરવામાં આવી હતી. તબીબોએ એક જટિલ સર્જરી કરીને ચાલી નહી શકતી યુવતીને હરતીફરતી કરી દીધી છે. વાપીની 21 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વિદ્યાર્થીની સાથે એક દુર્ઘટના બની હતી. બે મહિના અગાઉ વાપીના ભીલાડ સરીગામ ખાતે કોલેજ જવા માટે પ્રાચી મિત્રો સાથે બસની રાહ જોઈ રહી હતી તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલ એક ટ્રકે બસને ઓવરટેક કરવા જતા પ્રાચીને અડફેટમાં લેતા પ્રાચીને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રાચીને મલ્ટીલિગામેન્ટ ફ્રેક્ચર થયું હતું. જેની સર્જરી ખૂબ જ જટિલ અને ખૂબ જ ખર્ચાળ હોય છે અને ખાનગી હોસ્પિટલમાં પણ ઘણીવાર તે શક્ય બનતી નથી. આ સર્જરી સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને ડોક્ટર સ્વપ્રિલે કહ્યું કે પ્રાચીને જ્યારે સિવિલમાં લાવવામાં આવી હતી ત્યારે તે મલ્ટીલિગામનેટ ફેક્ટરના કારણે ખૂબ જ પીડા અનુભવી રહી હતી.
પ્રાચીને ચાલતી કરવા માટે તબીબોની ટીમને છ મહિનાની સારવાર કરવી પડી હતી. જુન મહિનામાં પ્રથમ અને બે મહિના બાદ ઓગસ્ટ મહિનામાં બીજું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. બે ઓપરેશન બાદ ચાર- મહિનાનો આરામ પ્રાચીને કરવા તબીબોએ કહ્યું હતું. હાલ તેણી ચાલતી થઈ જતા માતા-પિતાના આંખોમાં હર્ષના આંસુ હતા. ત્યારે તબીબોની મહેનત રંગ લાવતા તબીબો પણ આનંદ અનુભવી રહ્યા હતા.
ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર સ્વપ્નીલ જણાવ્યું કે પ્રાચીને હાથના ભાગે, થાપાના ભાગે અને ઘૂંટણના નીચેના ભાગે મળીને ત્રણ ફેકચર હતા. ઉપરાંતમાં ચાર લિગામેન્ટ પૈકી ત્રણ લિગામેન્ટ અને ગાદી પણ ફાટી ગઈ હતી. જેથી જૂન મહિનામાં ઓર્થોપેડિકના તબીબ સહિતની ટીમ દ્રારા પ્રથમ ઓપરેશન હાથ કરવામાં આવ્યું હતું. જેમાં હાથના, થાપાના અને ઘુંટણના નીચેના ભાગે થયેલા ફેક્ચરની સર્જરી તથા ત્રણ લિગામેન્ટ પૈકી બે લિગામેન્ટના દૂરબીનની મદદથી ઓપરેશન ઉપરાંત ગાદીને ટાંકા લઈને સાંધવામાં આવી હતી.
આ મલ્ટીલીગામેન્ટ સર્જરીના કેસો ખૂબજ ઓછા આવતા હોય છે. આ સર્જરી ભાગ્યે જ સફળ નીવડે છે. આ સર્જરીનો ખર્ચો ખાનગી હોસ્પિટલોમાં 5થી 6 લાખ જેટલો થાય છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આ સર્જરી સામાન્ય ખર્ચમાં કરવામાં આવે છે.