Surat: ચેમ્બર ઓફ કોમર્સ ટ્રાવેલ કન્સલ્ટન્ટનો ત્રણ મહિનાનો અભ્યાસક્રમ શરૂ કરશે

વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી શકે તે હેતુથી સુરતની ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા ત્રણ મહિના માટે આ ટ્રાવેલ કન્સલ્ટન્ટનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. 

Surat: ચેમ્બર ઓફ કોમર્સ ટ્રાવેલ કન્સલ્ટન્ટનો ત્રણ મહિનાનો અભ્યાસક્રમ શરૂ કરશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 7:53 PM

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (Chamber Of Commerce) દ્વારા ‘ટ્રાવેલ કન્સલ્ટન્ટ કોર્સ’(Travel Consultant Course)નો આરંભ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સથી સુરતને બે ફાયદા થશે. જેમાં એક ફાયદો એ છે કે હરવા ફરવાના શોખીન સુરતીઓને વધુ ચોક્સાઈભર્યા ટુર કન્સલ્ટન્ટ અને ઓપરેટર મળી રહેશે. જ્યારે બીજો ફાયદો એ થશે કે સુરતના યુવાનોને નવો વ્યવસાયલક્ષી કોર્સ એ પણ શોર્ટ ટર્મમાં મળી રહેશે.

આ કાર્યક્રમમાં ટાઈના સાઉથ ગુજરાત ચેપ્ટરના પ્રમુખે સ્કીલ્ડ અને માહિતીસભર વ્યકિતઓની ટ્રાવેલ ઉદ્યોગમાં રહેલી જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે વનિતા વિશ્રામ યુનિવર્સિટીના ટુરીઝમ ડિપાર્ટમેન્ટના એડવાઈઝર દ્વારા શરૂ કરવામાં આવનાર ટ્રાવેલ કન્સલ્ટન્ટ કોર્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

ત્રણ મહિનાના કોર્સ દરમ્યાન સપ્તાહના પાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગ સાહસિકોને પાંચ દિવસ થિયરી ભણાવવામાં આવશે. ત્યારબાદ શહેરના જાણીતા ટ્રાવેલ કન્સલ્ટન્ટને ત્યાં તેઓને પ્રેકટીકલ નોલેજ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ સફળ ટ્રાવેલ એજન્ટ બની શકે તે માટે ભવિષ્યમાં સીઆરએસ સિસ્ટમના કોર્સનું પણ આયોજન કરવામાં આવશે.

ચેમ્બરની ટુર્સ એન્ડ ટ્રાવેલ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે શહેરીજનો જ્યારે ફરવા માટે જતા હોય છે, ત્યારે તેઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે તેમજ મુસાફરી દરમ્યાન તેઓને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે હેતુથી ટ્રાવેલ ઉદ્યોગની સાથે સંકળાયેલા તેમજ ભવિષ્યમાં આ ઉદ્યોગમાં ઉદ્યોગ સાહસિક બનવા માગતા વિદ્યાર્થીઓને કુશળ બનાવવાના હેતુથી ચેમ્બર દ્વારા ટ્રાવેલ કન્સલ્ટન્ટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે.

આમ ચેમ્બર ઓફ કોમર્સના આ પ્રયત્નથી સુરતના યંગસ્ટર્સને આવકનો સ્ત્રોત પણ મળી રહેશે તેમજ સુરતને ક્વોલિફાઈડ ટુર કન્સલ્ટન્ટ પણ મળી રહેશે. વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી શકે તે હેતુથી સુરતની ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા ત્રણ મહિના માટે આ ટ્રાવેલ કન્સલ્ટન્ટનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓના જણાવ્યા પ્રમાણે તેમનો આ પ્રથમ જ પ્રયાસ છે. જેને શહેરીજનો તરફથી સારો આવકાર પણ મળી રહ્યો છે અને ઘણા લોકોની તેના માટે ઈન્કવાયરી આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે.

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

આ પણ વાંચો: કોરોના બાદ અમદાવાદ અન્ય એક રોગના ભરડામાં, ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર, આવ્યા આટલા કેસ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">