AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : “બુર્જ ખલીફા”ની ડિઝાઇન બનાવનાર એજન્સી કોર્પોરેશન નવા વહીવટી ભવનની ડિઝાઇન માટે કન્સલ્ટન્સી કરશે

દુનિયામાં સૌથી મોટી લંબાઇ (Tallest ) ધરાવતાં ટોપ-10 સ્ટ્રક્ચરો પૈકી બુર્જ ખલીફા સહિતના ત્રણ-ચાર બિલ્ડિંગોના સ્ટ્રક્ચરની ડીઝાઇન ઓડિટ આ બે એજન્સીઓ દ્વારા કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

Surat : બુર્જ ખલીફાની ડિઝાઇન બનાવનાર એજન્સી કોર્પોરેશન નવા વહીવટી ભવનની ડિઝાઇન માટે કન્સલ્ટન્સી કરશે
Surat Municipal Corporation New Administrative office (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 9:14 AM
Share

સુરત મહાનગરપાલિકાનું(SMC)  નવું ભવન બનાવવાનો પ્રોજેકટ (Project ) છેલ્લા આઠ વર્ષથી ટલ્લે ચડી રહ્યો હતો. હવે આ નવા ભવન (Office ) માટે રિંગ રોડના સબજેલની જગ્યા નક્કી કરવામાં આવી છે. સાથે સાથે આ પ્રોજેકટમાં પ્રગતિ પણ આવી ગઈ છે. ત્યારે મનપાનું આ નવું વહીવટી ભવન બનાવવા માટે દુબઇની બુર્ઝ ખલીફા સહિતની વિશ્વની 10 જાણીતી ઇમારતોમાં સ્થાન પામતી ઇમારતોની કન્સલ્ટન્સી કરનારી એજન્સી કન્સલ્ટન્સી કરશે. મ્યુનિ. કમિ. બંછાનિધિ પાની દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્યારે દેશના આઇકોનિક બિલ્ડીંગમાં ગણના પામે તે રીતે આ પ્રોજેકટની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રિંગરોડ-સબજેલવાળી જગ્યા પર સૂચિત મનપાના નવા વહિવટીભવન બિલ્ડિંગની તૈયાર ડીઝાઇન મુજબ સ્ટ્રક્ચરને રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ સ્ટ્રક્ચર કમિટી દ્વારા ગ્રીન સિગ્નલ આગામી બેઠકમાં મળવાની શક્યતા છે. આગામી એક-બે સપ્તાહમાં ટોલ બિલ્ડિંગ માટે ગઠિત સ્ટ્રક્ચર કમિટીની બેઠકનું આયોજન થઇ શકે તેવી શક્યતા છે. આ ઉચ્ચસ્તરીય કમિટીની બેઠકનું આયોજન થાય તે પહેલા તંત્ર દ્વારા મંજૂરીની અપેક્ષા સાથે ટેન્ડર ઇસ્યુ કરવાની તૈયારી કરી દીધી છે. જેથી કમિટીની મંજૂરીને બીજે જ દિવસે ટેન્ડર પણ ઇસ્યુ કરી શકાય.

બુર્જ ખલિફાની ડિઝાઇન બનાવનાર એજન્સી કન્સલ્ટન્સી કરશે

દુનિયામાં સૌથી મોટી લંબાઇ ધરાવતાં ટોપ-10 સ્ટ્રક્ચરો પૈકી બુર્જ ખલીફા સહિતના ત્રણ-ચાર બિલ્ડિંગોના સ્ટ્રક્ચરની ડીઝાઇન ઓડિટ આ બે એજન્સીઓ દ્વારા કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. તેથી ટોલ બિલ્ડિંગ માટે નિર્ધારિત ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા ઊભા કરવામાં આવેલ કેટલાંક ઇસ્યુ અંગે આગામી બેઠકમાં ક્લિઅરન્સ થવાની શક્યતા છે. મનપા દ્વારા આ વિશિષ્ટ બિલ્ડિંગ બાબતે ખુબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. બુર્જ ખલીફા જેવી ટોલેસ્ટ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ડીઝાઇન ઓડિટ કરનાર એજન્સીઓને મનપાએ નવા વહિવટીભવન બિલ્ડિંગના સ્ટ્રક્ચર કન્સલટન્ટની કામગીરી સોંપી છે. જેમાં અલગ-અલગ કુલ 9 કેટેગરીની કામગીરી માટે કન્સલટન્ટોની નિમણૂક કરવામાં આવી છે.

આ બિલ્ડીંગની હાઇટ 109 મીટરની આસપાસ રહેનાર છે. તેથી નિયમ મુજબ 70 મીટરથી વધુ ઉચાઇ ધરાવતી ઇમારતો માટે રાજ્ય સરકારે બનાવેલી ટોલ બિલ્ડીંગ એપ્રુવલ કમિટીની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. આ કમિટીની હવે પછીની મીટિંગમાં મંજૂરી મળી જાય કે તુરંત ટેન્ડર ઇસ્યુ કરવાની તૈયારી સુરત મનપાના તંત્રવાહકોએ કરી રાખી છે તેવું કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

રિંગરોડ સ્થિત જૂની સબજેલવાળી જમીન પર સાકાર થનારા આ પ્રોજેક્ટમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની કચેરીઓને પણ સમાવી લેવા માટે નક્કી કરાયું છે. તેથી અહીં જે બે ટાવરની ઇમારતોનો પ્રોજેક્ટ છે તે ડિઝાઇનને ટોલ બિલ્ડિંગ પોલિસીનો લાભ મળી શકે છે. આથી 3.50ની FSI વધીને હવે 5.4ની FSI મળી શકે તેમ હોવાથી હવે આ પ્રોજેક્ટનું બાંધકામ 14.10 લાખ સ્ક્વેર ફૂટથી વધીને 23.50 લાખ સ્ક્વેર ફૂટ જેટલું થશે.

રાજ્યની આઇકોનિક બિલ્ડીંગ બનશે

ગુજરાતની આઇકોનિક બિલ્ડિંગ તરીકે નિર્માણ થનારા મનપાના નવા વહિવટી ભવન માટે અમદાવાદની આઇએનઆઇ ડિઝાઇન સ્ટુડિયો કંપની દ્વારા ડિઝાઇન તેમજ તેનું આર્કિટેક્ચર તૈયાર કરાઇ રહ્યું છે. અંદાજીત 900 કરોડના ખર્ચે સાકાર થનારા આ ભવનને ટોલ બિલ્ડિંગ નોટિફિકેશનનો લાભ મળતાં એફએસઆઇમાં વધારાને પગલે હવે આ ઇમારત 109 મીટરની ઉંચાઇની બનશે જેની મંજુરીની રાહ જોવાઇ રહી છે. તેમજ રાજયની આઇકોનિક બની રહેનારી આ ઇમારતની કન્સલ્ટન્સી સીબીએમ અને લેરા નામની એજન્સીઓને સોંપાનાર છે. જે અમેરિકામાં હેડકવાર્ટર ધરાવે છે, આ એજન્સીઓ એવી છે જેણે બુર્ઝ ખલીફા સહીત વિશ્વની ટોપટેન જાણીતી ઇમારતોની કન્સલ્ટન્સી કરી છે.

આ પણ વાંચો : Ahmedabad : રમઝાન માસમાં મુસ્લિમ યુવકના અંગદાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

આ પણ વાંચો : સ્માર્ટ સિટી અમદાવાદમાં જ પાણી માટે વલખા મારે છે લોકો, ટેન્કર મગાવી પાણીની જરુરિયાત કરે છે પૂરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">