Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પાણીની સંભવિત સમસ્યાને પહોંચી વળવા SMCનું નવુ પ્લાનિંગ, વરાછામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પાણીની લાઈન નખાશે

હદ વિસ્તરણ બાદ સુરત શહેરના (Surat) ક્ષેત્રફળમાં વધારો થવા સાથે વસ્તીમાં પણ વધારો થયો છે. આવનારા દિવસોમાં શહેરીજનોએ પીવાના પાણીની (Drinking Water) સમસ્યાનો સામનો નહી કરવો પડે તે દિશામાં મનપા આગળ વધી રહ્યુ છે.

Surat : પાણીની સંભવિત સમસ્યાને પહોંચી વળવા SMCનું નવુ પ્લાનિંગ, વરાછામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પાણીની લાઈન નખાશે
SMC's new planning to address potential water problem (Symbolic Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 18, 2022 | 12:26 PM

સુરતમાં  (Surat) પાણીની સમસ્યાને (Water crisis) પહોંચી વળવા માટે SMCએ નવુ આયોજન બનાવ્યુ છે. વરાછા ઝોનના નવા વિસ્તારોમાં 9.55 કી.મીને આવરી લેતી નવી ટ્રાન્સમીશન લાઇન નાખવામાં આવશે. આ સાથે 32 એમએલડી ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ સ્થાપિત કરવાનો છે. મનપાની (Surat Corporation) પાણી સમિતિની બેઠકમાં આ કામ માટે 65.52 કરોડના બજેટને લીલીઝંડી આપવામાં આવી હતી. મનપા પણ સરકારી ગ્રાન્ટમાંથી કામગીરી પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યુ છે.

હદ વિસ્તરણ બાદ સુરત શહેરના ક્ષેત્રફળમાં વધારો થવા સાથે વસ્તીમાં પણ વધારો થયો છે. આવનારા દિવસોમાં શહેરીજનોએ પીવાના પાણીની સમસ્યાનો સામનો નહી કરવો પડે તે દિશામાં મનપા આગળ વધી રહ્યુ છે. વર્ષ 2015માં થનારી વસ્તીને ધ્યાને લઈને મનપા દ્વારા માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. મનપા વરાછા ઝોન-બીમાં સમાવેશ થયેલા નવા વિસ્તારને પાણી પુરવઠો પુરો પાડવા માટે મોટા વરાછાથી કોસાડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી એટલે કે 9.55 કી.મીને આવરી લેતી રો-વોટર ટ્રાન્સમીશન લાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કોસાડ ખાતે હાલ 212 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. નવા વિસ્તારની વસ્તીને ધ્યાને લઇ નવો 32 એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવા સાકાર થનારા 32 એમએલડીના પ્લાન્ટમાંથી મોટા વરાછા અને ઉત્રાણ સહીતના વિસ્તારમાં પાણી સપ્લાય કરવામાં આવશે. જયારે હયાત 212 એમએલડી ક્ષમતાના પ્લાન્ટમાંથી અઠવા અને રાંદેર ઝોન વિસ્તારને પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે. 9.55 કી.મી લંબાઇ ધરાવતી પાણીની લાઇન નાખવા સાથે 32 એમએલડીનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાકાર કરવા માટે કુલ 65.52 કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. મનપાની પાણી સમિતિની બેઠકમાં આ અંદાજને બહાલી આપવામાં આવી છે.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

પાણી સમિતિના ચેરમેને જણાવ્યું કે, સુરત મનપાએ 65.52 કરોડનું આર્થિક ભારણ સહન કરવુ ન પડે તે માટે પ્રયાસ કર્યો છે. રાજય સરકારની 15માં નાણાપંચ તેમજ સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મળતી ગ્રાન્ટમાંથી પ્રોજેકટ સાકાર કરવાની દિશામાં મનપા આગળ વધી રહ્યુ છે.

આ પણ વાંચો-Vadodara: ફરી અશાંતિનો માહોલ, તોફાની ટોળાએ સાંઈબાબાની મૂર્તિને ખંડિત કર્યા બાદ બે કોમના ટોળા વચ્ચે હિંસક અથડામણ

આ પણ વાંચો-2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સ્થિતિ 2017 કરતાં પણ ખરાબ હશે: પ્રફુલ પટેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">