સ્માર્ટ સિટી અમદાવાદમાં જ પાણી માટે વલખા મારે છે લોકો, ટેન્કર મગાવી પાણીની જરુરિયાત કરે છે પૂરી

અમદાવાદના (Ahmedabad) અમુક વોર્ડમાં પીવાનું પાણી ન મળતા લોકો પરેશાન છે. સ્માર્ટ શહેર ગણાતા અમદાવાદના આ વિસ્તારમાં આજની તારીખે પણ પાણીની લાઈન ન પહોંચતા ટેન્કર મગાવવા લોકો મજબૂર છે.

સ્માર્ટ સિટી અમદાવાદમાં જ પાણી માટે વલખા મારે છે લોકો, ટેન્કર મગાવી પાણીની જરુરિયાત કરે છે પૂરી
Water કrisis (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 6:32 PM

સ્માર્ટ શહેર અમદાવાદ (Ahmedabad)  માં ગરમી દિવસે દિવસે રેકોર્ડ તોડી રહી છે. કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. બીજી તરફ 44 ડિગ્રી ગરમીમાં અમદાવાદના અનેક વિસ્તારમાં લોકો પીવાના પાણી (Drinking water Problem) વગર તડફડી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં લોકોને ટેન્કર (Tanker) મગાવીને પાણી લેવુ પડી રહ્યુ છે. એક તરફ સરકાર લોકોને પાણીની સમસ્યા નહીં સર્જાવાનું આશ્વાસન આપે છે. બીજી તરફ વાસ્તવિકતા કઇક અલગ જ જોવા મળી રહી છે.

અમદાવાદના હાથીજણ, રામોલ અને મુમદપુરા વિસ્તારના અમુક વોર્ડમાં પીવાનું પાણી ન મળતા લોકો પરેશાન છે. સ્માર્ટ શહેર ગણાતા અમદાવાદના આ વિસ્તારમાં આજની તારીખે પણ પાણીની લાઈન ન પહોંચતા ટેન્કર મગાવવા લોકો મજબૂર છે. તેમાં પણ બે દિવસે એક વાર માંડ ટેન્કર આવે છે અને આ પાણી ભરવા માટે લોકોને લાઈન લગાવવી પડે છે.

એક તરફ તંત્ર દાવાઓ કરે છે કે રાજ્યના ખૂણેખૂણા સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સવાલ એ થાય કે સ્માર્ટ સીટી અમદાવાદમાં જ જો આવી સ્થિતિ છે તો અંતરિયાળ ગામડાઓની તો વાત જ શું કરવી. હાથીજણ અને રામોલના આ વિસ્તારોમાં લોકોએ દરરોજ સવારે પાણીના ટેન્કરની વાટ જોવી પડે છે. એટલું જ નહીં લોકોએ બધા કામ પડતા મુકી કાળઝાળ ગરમીમાં પાણી ભરવા લાઈનમાં લાગવું પડે છે. લોકો ટેન્કર આવવાનું હોય તે પહેલા પાણી ભરવાના વાસણો લઈને કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આમ છતાં અમુક વખતે એક બેડું પણ પાણી નસીબ થતું નથી.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

બીજી તરફ અમદાવાદ કોર્પોરેશનના સત્તાધારી પક્ષ જાણે પાણીની કોઈ મોટી સમસ્યા ન હોય તે રીતે ઉડાઉ જવાબ આપી હાથ ખંખેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે અમદાવાદ કોર્પોરેશનના મેયરને પુછવામાં આવતા મેયર કિરીટ પરમારે સ્વીકાર્યું કે, હાથીજણ વિસ્તારમાં પાણીનું નેટવર્ક નથી એટલે પાણીના ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

આ તરફ વિપક્ષે પાણી મુદ્દે સત્તાપક્ષની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં 20 ટકા વિસ્તારમાં પાણીના નેટવર્ક ન હોવાનો આક્ષેપ કર્યો છે. અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કોર્પોરેશન 24 કલાક પાણી આપવાનો વાયદો કરે છે. વિપક્ષે આક્ષેપ કર્યો કે કરોડો રૂપિયાની યોજનાઓ માત્ર કાગળ પર જ છે.

આ પણ વાંચો: BSF Group B Recruitment 2022: BSFમાં સબ-ઇન્સ્પેક્ટર સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Exim Bank Recruitment 2022: એક્ઝિમ બેંકમાં લોન મોનિટરિંગ સહિત અનેક વિભાગોમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">