Surat : ચાઇનીઝ દોરી વેચનારા પર તવાઇ યથાવત્, પોલીસે 119 નંગ બોબીન સાથે વરાછામાંથી યુવકને ઝડપ્યો
Surat News : આ વર્ષે રાજ્ય સરકારના આદેશ મુજબ ચાયનીઝ દોરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈને સુરત પોલીસે દ્વારા અનેક કેસો કરીને દોરી વેંચતા લોકો સામે કાર્યવાહી કરી છે. ત્યારે સુરતની વરાછા પોલીસે ખાંડ બજાર ગરનાળા પાસેથી એક યુવકને પકડી પાડ્યો હતો.
ચાઈનીઝ દોરા એક પ્રકારે બ્લેડ જેવું કામ કરે છે. ચાઇનીઝ દોરીના કારણે અનેક વખત રાહદારીઓના જીવ ગયા છે. તેવામાં સુરતની ઉધના પોલીસે આવી પ્રતિબંધ દોરી વહેંચનારા પર લાલ આંખ કરી છે. ત્યારે અકસ્માતની ઘટનાઓ ના બને તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી છે. કોઇ ચાઇનીઝ દોરાનું વેચાણ ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વ્યક્તિઓને દોરા સાથે ઝડપી પડાયા છે. સુરત શહેરની વરાછા પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વરાછા ખાંડ બજાર પાસે એક યુવક ચાઈનીઝ દોરીના બોબીન સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે યુવક પાસેથી 119 નંગ બોબીન કબ્જે કરી તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો – ઉત્તરાયણના દિવસે ચટાકેદાર ઊંધિયાની લિજ્જત માણવી પડશે મોંધી, સુરતમાં ઊંધિયામાં રુપિયા 30થી લઇને 50 સુધીનો ભાવ વધારો
આરોપી પાસેથી 119 નંગ બોબીન મળી આવ્યા હતા
દર વર્ષે ઉત્તરાયણના તહેવાર પહેલા પતંગો ચગવાનું શરૂ થઈ જાય છે. રસ્તા પર ગમે ત્યાં દોરાઓ જોવા મળે છે. જેના કારણે બાઇક ચાલકોના ગળામાં દોરા પડતા અકસ્માત સર્જાય છે અને અનેક લોકો મોતને પણ ભેટે છે. આવી અનેક ઘટનાઓ બની છે, જોકે આ વર્ષે રાજ્ય સરકારના આદેશ મુજબ ચાયનીઝ દોરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈને સુરત પોલીસે દ્વારા અનેક કેસો કરીને દોરી વેંચતા લોકો સામે કાર્યવાહી કરી છે. ત્યારે સુરતની વરાછા પોલીસે ખાંડ બજાર ગરનાળા પાસેથી એક યુવકને પકડી પાડ્યો હતો. આ યુવક ચાયનીઝ દોરીનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો હતો. જેને અટકાવતા તેની પાસેથી કુલ 119 નંગ ચાયનીઝ દોરીના બોબીન મળી આવ્યા હતા. જેની કિંમત 1.08 લાખ રુપિયા થાય છે જે વેચાણ કરવા માટે લાવ્યો હતો જેને પકડી પાડી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી પ્રતિબંધિત ચાયનીઝ દોરીનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે, તેના આધારે સુરત પોલીસ દ્વારા છેલ્લી ઘડીએ પણ ચાઈનીઝ દોરી વેચતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. કારણ કે ચાઈનીઝ દોરીના કારણે કોઈ વ્યક્તિનો જીવ ન જાય તે મહત્વનું ધ્યાન રાખીને આ સૂચના આપવામાં આવી છે ને ત્યારે વરાછા પૂરી છે આજે પણ મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે.