AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: લિંબાયત વિસ્તારમાં ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે મોતનું કારણ

Surat News : રાત્રે પેટ અને છાતીમાં દુખાવાની તકલીફ બાદ ઘરેલુ સારવાર લઇ મહિલા સુઈ ગઇ હતી. સવારે મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

Surat: લિંબાયત વિસ્તારમાં ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે મોતનું કારણ
Baldev Suthar
| Edited By: | Updated on: May 09, 2023 | 4:11 PM
Share

સુરતના (Surat) લિંબાયત વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ મોત થયું છે. રાત્રે પેટ અને છાતીમાં દુખાવાની તકલીફ બાદ ઘરેલુ સારવાર લઇ મહિલા સુઈ ગઇ હતી. સવારે મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. હાલ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મામલતદારની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-Gujarati Video: ગુજરાતમાં ગરમીને લઈને પાંચ દિવસ આકરા, 10થી 14 જુન સુધી તાપમાન 44 ડિગ્રીને પાર થવાની સંભાવના

6 મહિનાથી ગર્ભવતી મહિલા તેના પતિ સાથે રહેવા આવી હતી

ગોપાલ ગૌડા નામનો વ્યક્તિ સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી રહે છે અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. દોઢ વર્ષ પહેલા ગોપાલના લગ્ન આશાલતા સાથે થયા હતા. દરમિયાન છ મહિના પહેલા પાછળ અશાલતા ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. આશાલતા ગર્ભવતી હોવાથી ગોપાલ તેને 6 મહિના પહેલા સુરત લઈ આવ્યો હતો.

અચાનક મહિલાની તબિયત રાત્રે લથડી હતી

મૃતક આશા લતાના પતિ ગોપાલે જણાવ્યું હતું કે રાત્રે આશાલતાને પેટ માથું અને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. જેથી ઘરમાં પડેલા તેલથી આશા લતાને પેટ છાતી અને માથા પર માલિશ કરી હતી, ત્યારબાદ થોડી સ્થિતિ સામાન્ય થતા સુઈ ગયા હતા. સવારે ઉઠ્યા ત્યારે આશાલતા હલનચલન કરી રહી ન હતી.

108માં મહિલાને હોસ્પિટલ લઇ જવાઇ હતી

ગોપાલે વધુમાં જણાવ્યું હતું કે સવારે ઉઠ્યા ત્યારે આશાલતા બેભાન હાલતમાં હતી. જેથી મકાન માલિક અને તેમના પત્નીને બોલાવ્યા હતા, ત્યારબાદ 108ને જાણ કરી હતી. આશાલતાને 108માં સિવિલ હોસ્પિટલ લઈ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે આશાલતાને મૃત જાહેર કરી હતી. જે પછી આશા લતાના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

આશાલતાના મોતની જાણ થતા લિંબાયત પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે આશાલતાના પતિ ગોપાલ મકાન માલિક સહિતનાના નિવેદન નોંધ્યા હતા. પરિવાર દ્વારા મોતને લઈને શંકા વ્યક્તિ કરવામાં આવતા પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ મામલતદારની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">