Surat : સુરત મનપા કમિશનરનું દુબઇ એક્સ્પોમાં ઇલેક્ટ્રિક મોબિલિટી સંદર્ભે સંબોધન
નોંધનીય છે કે હાલ ગ્લાસગો ખાતે યોજાયેલ સીઓપી -26 સમિટ માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં ભારત NET ZERO દેશ બનશે તેવો લક્ષયાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકમાં ઇલેક્ટ્રિક મોબિલિટી કઈ રીતે મદદરૂપ બની શકે તે અંગે પણ સુરત મનપા કમિશનર પાનીએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો.
દુબઇ ખાતે યોજાઈ રહેલ વર્લ્ડ એક્સ્પો-2020(Dubai Expo 2021) અંતર્ગત હાલ અર્બન એન્ડ રૂરલ ડેવલપમેન્ટ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત ઇલેક્ટ્રિક મોબિલિટી : મુવિંગ ટુ વર્ડ્સ અ સસ્ટેનેબલ ફ્યુચર વિષય પર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દુબઇ ખાતે આયોજિત આ ઇવેન્ટમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીની દુબઇ મુલાકાત રદ્દ થઇ હતી.
પણ તેઓએ આ ઇવેન્ટમાં વર્ચ્યુઅલ પ્લેટફરોમના માધ્યમથી ભાગ લીધો હતો. જેમાં મનપા કમિશનરે સુરતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી-2021 ના અમલ બાબતે વિગતવાર માહિતી રજૂ કરી હતી. દેશમાં સુરત એકમાત્ર શહેર એવું છે, જેની પોતાની અલાયદી વ્હીકલ પોલિસી છે.
નોંધનીય છે કે હાલ ગ્લાસગો ખાતે યોજાયેલ સીઓપી -26 સમિટ માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં ભારત NET ZERO દેશ બનશે તેવો લક્ષયાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકમાં ઇલેક્ટ્રિક મોબિલિટી કઈ રીતે મદદરૂપ બની શકે તે અંગે પણ સુરત મનપા કમિશનર પાનીએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો.
મનપા કમિશનર પાનીએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ થકી પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. અને સુરત સીટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-2021નો ચિતાર દેશ દુનિયા સમક્ષ મુક્યો હતો. જે મુજબ આગામી ચાર વર્ષમાં સુરત શહેરમાં 40 હજાર જેટલા ઇલેક્ટ્રિક વાહનો શહેરની પરિવહન વ્યવસ્થામાં શામેલ કરવાનો લક્ષ્યાંક અને આયોજનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો.
Speaking at World Expo, Dubai. We are known as Diamond City, Textile City. Let Surat be the Electric Mobility City in India!! https://t.co/UfZWMkgEos pic.twitter.com/WfqAL5ds4L
— Commissioner SMC (@CommissionerSMC) November 3, 2021
એટલું જ નહીં ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા નાગરિકો માટે વિવિધ પ્રોત્સાહિત સ્કીમોનો પણ અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. ઇકેલકટ્રીક મોબિલિટી અંતર્ગત આયોજિત ઇવેન્ટમાં વર્લ્ડ એક્સ્પો-2020ની થીમ કનેક્ટિંગ માઈન્ડ, ક્રિયેટિન્ગ ધ ફ્યુચરની મેઈન થીમ પર તથા સસ્ટેનેબિલિટી તથા અપોર્ચ્યુનિટી, મોબિલિટીની સબથિમ પર યોજાઈ રહી છે.
સુરત મહાનગરપાલિકા શહેરને પ્રદુષણમુક્ત કરવાની દિશામાં આગળ વધી રહી છે. અને સાથે જ મહત્તમ ઇલેક્ટ્રિક વાહનોના વપરાશ તરફ લોકો વધે તે માટે તાજેતરમાં જ પાલિકાએ પહેલી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી પણ અમલમાં મૂકી છે. સુરત મનપા દ્વારા 2024 સુધીમાં 40 હજાર વાહનો રસ્તા પર દોડતા કરવાનું આયોજન છે. સાથે જ ડિસેમ્બરના અંત સુધીમાં કોર્પોરેશન દ્વારા 100 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : 12 વર્ષના પુત્રને તેના જ પિતાએ પુલ પરથી નદીમાં ફેંક્યો, પોલીસને કહ્યું, “સેલ્ફી લેતા પડી ગયો”
આ પણ વાંચો : Surat: પેટ્રોલ પંપ પર ફટાકડા સળગાવીને ફેંકવાની ઘટના, પોલીસે કરી 2ની ધરપકડ, જાણો સમગ્ર વિગત