Surat : પાણી વિના ટળવળતો સ્મીમેરના ડોક્ટર્સ સહિતનો સ્ટાફ, છાશવારે રજુઆત કરવા છતાં નિરાકરણના અભાવે સ્ટાફનો આક્રોશ સાતમા આસમાને

ડોક્ટર્સ (Doctors )દ્વારા જણાવવામાં આવ્યુ કે, અગાઉ અમારી નોકરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દિવસ બેથી ત્રણ વખત પાણી આપવામાં આવતું હતું પરંતુ હવે દિવસમાં માત્ર એક જ વખત પાણી આપવામાં આવી રહ્યું છે.

Surat : પાણી વિના ટળવળતો સ્મીમેરના ડોક્ટર્સ સહિતનો સ્ટાફ, છાશવારે રજુઆત કરવા છતાં નિરાકરણના અભાવે સ્ટાફનો આક્રોશ સાતમા આસમાને
Water Problem in Smimmer Hospital (File Image )
TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Apr 29, 2022 | 8:22 AM

સુરત મહાનગર પાલિકાના(SMC)  રેઢિયાળ વહીવટી તંત્રને પાપે દર વર્ષે ઉનાળાની(Summer ) ઋતુમાં શહેરના અલગ – અલગ વિસ્તારોમાં પાણીની(Water ) મોકાણ સર્જાવા પામે છે. એક તરફ શાસકો શહેરભરમાં વોટર મીટર થકી 24 કલાક પાણી આપવાના અભરખા સેવી છે ત્યારે બીજી તરફ નિયમિત પાણી પુરવઠાના અભાવે ટેન્કરો દોડી રહેલા નજરે રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટસમાં જ છેલ્લા 21 દિવસથી પાણીની અછત સર્જાતા ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ રીતસર પાણી માટે કરગરતાં નજરે પડી હ્યા છે.

સમસ્યાના કાયમી નિરાકરણ સંદર્ભે રજુઆત કરી છેઃ ડીન

સ્મીમેર હોસ્પિટલના ડીન ડો. દિપક હોવલે દ્વારા આ સમસ્યા બાબતે જણાવવામાં આવ્યું હતું કે, તેઓ સમક્ષ આ સંદર્ભે ડોક્ટર સહિતના સ્ટાફ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે તેઓ દ્વારા મનપાના ઉચ્ચાધિકારીઓથી માંડીને હાઈડ્રોલિક વિભાગનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે અને વહેલી તકે આ સમસ્યાના નિકાલની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

ક્વાર્ટર્સ માં પહેલા બે વખત પાણી પુરવઠો મળતો હતો

શહેરના સહારા દરવાજા ખાતે આવેલ સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર સ્ટાફ ક્વાટર્સમાં જ છેલ્લા 21 દિવસથી પાણીના અભાવે લોકોની હાલત કફોડી થવા પામી છે. સ્મીમેર હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર – પેરા મેડિકલ સ્ટાફ અને સહિત એક હજાર જેટલી વસ્તી ધરાવતાં આ સ્ટાફ ક્વાર્ટસમાં પાણીની સમસ્યા છાશવારે રજુઆત કરવા છતાં હજી સુધી કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. સ્મિમેરના સત્તાધીશોથી માંડીને પાલિકાના ઉચ્ચાધિકારીઓ સમક્ષ પોતાની વ્યથા છતાં કાયમી નિરાકરણના પગલે હવે કર્મચારીઓનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે.487846

આ સંદર્ભે સ્ટાફ ક્વાર્ટસમાં વસવાટ કરતાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, અગાઉ સ્ટાફ ક્વાર્ટર્સમાં દિવસમાં બેથી ત્રણ વખત અલગ – અલગ સમયે પાણી આવતું હતું જેને કારણે રાત – દિવસ અને બપોર પાળીમાં નોકરી કરતાં સ્ટાફને પાણીની કોઈ સમસ્યા નડતી ન હતી પરંતુ હવે એક સમય જ પાણી પુરવઠા આવે છે અને તે પણ ખુબ જ ઓછા પ્રેશરથી. આ સમસ્યાને પગલે ક્વાર્ટસમાં વસવાટ કરતા એક હજારથી વધુ નાગરિકો ટેન્કરથી પાણી ભરવા મજબુર બન્યા છે.

છેલ્લા ત્રણ અઠવાડિયાથી સ્મીમેર કેમ્પસના સ્ટાફ ક્વાર્ટસમાં પાણીની સમસ્યા સંદર્ભે રજુઆત કરતાં ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યુ કે, અગાઉ અમારી નોકરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દિવસ બેથી ત્રણ વખત પાણી આપવામાં આવતું હતું પરંતુ હવે દિવસમાં માત્ર એક જ વખત પાણી આપવામાં આવી રહ્યું છે. ઉનાળાના સમય દરમ્યાન પાણીનું પ્રેશર પણ ઘટી જવાને કારણે મોટા ભાગના પરિવારજનોને જરૂરિયાત મુજબનું પાણી ન મળતાં નાછૂટકે ટેન્કરથી પાણી ભરવાની નોબત આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati