AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઉનાળો શરૂ થતાં પાણીનો વપરાશ પણ વધ્યો, SMC એ જરુરિયાત પ્રમાણે દરેક વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડવા કર્યુ આયોજન

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે ''આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. આવા સંજોગોમાં શહેરના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ પીવાના પાણીના પુરવઠામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. પરેશ પટેલના જણાવ્યા મુજબ જે વિસ્તારમાં માગ હશે, તેટલું પાણી પહોંચાડવામાં આવશે.''

Surat : ઉનાળો શરૂ થતાં પાણીનો વપરાશ પણ વધ્યો, SMC એ જરુરિયાત પ્રમાણે દરેક વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડવા કર્યુ આયોજન
SMC (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 16, 2022 | 1:01 PM
Share

ઉનાળો (Summer 2022) આવતા જ ગુજરાતમાં (Gujarat) પાણીનો પોકાર ઉઠવા લાગ્યો છે. ઠેર ઠેર પાણીની તંગીની (Water crisis) બુમો ઉઠી રહી છે. સુરત (Surat) શહેરમાં પણ હાલ પીવાના પાણીની માગ વધવા લાગી છે. આગામી સમયમાં પાણીની માગમાં વધારો થઇ શકે છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ પણ પાણી પુરવઠો વધારવાનું નક્કી કર્યું છે. શહેરમાં દરરોજ 1650 MLD પાણીનો વપરાશ થઈ રહ્યો છે. ત્યારે હવે આ વપરાશ પ્રમાણે લોકોને પાણી મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

સુરત શહેરમાં ઉનાળાની આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે. આગામી દિવસોમાં ઉનાળાની ગરમી વધુ પડવાની શક્યતા વચ્ચે પીવાના પાણીની જરૂરિયાત વધી શકે છે અને આગામી દિવસોમાં પાણીની માગ પણ વધી શકે છે. જેને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવો ન પડે તે માટે સુરત મહાનગર પાલિકાએ પાણીનો પુરવઠો વધારવા તૈયારીઓ શરુ કરી છે.

હાલમાં શહેરના લોકોને રોજનું 1 હજાર 650 એમએલડી પાણી આપવામાં આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાના હાઇડ્રોલિક વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પાણી પુરવઠામાં વધારો કરવામાં આવશે. જો કે જે તે વિસ્તારની જરુરિયાત પ્રમાણે તે વિસ્તારમાં પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે ”આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. આવા સંજોગોમાં શહેરના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ પીવાના પાણીના પુરવઠામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. પરેશ પટેલના જણાવ્યા મુજબ જે વિસ્તારમાં માગ હશે, તેટલું પાણી પહોંચાડવામાં આવશે.”

મહત્વનું છે કે શુક્રવારે શહેરના હવામાનમાં ફરી પલટો આવ્યો હતો. ગરમીથી લોકો પરેશાન જોવા મળ્યા હતા. એક જ દિવસમાં તાપમાનમાં અઢી ડિગ્રીનો વધારો થયો હતો. શનિવારે પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક રહેવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ શુક્રવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48 ટકા રહ્યું હતું. ઉત્તર દિશામાંથી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

આ પણ વાંચો-Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી

આ પણ વાંચો-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાનની પ્રતિમાનું અનાવરણ કર્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">