AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ધાર્મિક પ્રતિમાઓનું વિર્સજન ઘર આંગણે જ કરવા અંગે પાલિકા પ્રચાર અભિયાન શરૂ કરશે

દશામા કે ગણપતિ વિસર્જન દરમ્યાન કોરોનાનું સંક્ર્મણ વધુ ન વકરે તે માટે પાલિકા ચાલુ વર્ષે પણ કૃત્રિમ તળાવ નહીં બનાવે અને લોકોને ઘર આંગણે જ ઇકો ફ્રેન્ડલી રીતે પ્રતિમાઓનું વિસર્જન કરવા હવે મહાનગર પાલિકા પ્રચાર અભિયાન પણ શરૂ કરશે.

Surat : ધાર્મિક પ્રતિમાઓનું વિર્સજન ઘર આંગણે જ કરવા અંગે પાલિકા પ્રચાર અભિયાન શરૂ કરશે
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 1:13 PM
Share

દશામા મહોત્સવ, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ બાદ પ્રતિમાઓ કુદરતી તળાવ, નદી, ઓવારા તથા અન્ય જળસ્રોતમાં વિસર્જનના પ્રતિબંધનો ચુસ્ત અમલ કરવા માટે હવે મહાનગપાલિકાએ નોંધ ઇસ્યુ કરી છે અને હવે તમામ પાલિકાના ઝોનમાં આ નોંધનો અમલ કરવા તાકીદ પણ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનરની નોંધ મુજબ ઝોન વિસ્તારમાં આવેલ તમામ કુદરતી નાળા, તળાવ, નદી, ઓવારા તથા અન્ય જળસ્રોતમાં પ્રતિમાઓનું વિસર્જન ન થાય તેની ખાસ તહેદરી રાખવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન રાખવા ઝોનના કાર્યપાલક ઇજનેરને તાકીદ કરવામાં આવી છે. સાથે જ વોટર બોડીઝના સ્થળે બેરિકેટિંગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

બેરિકેટિંગના સ્થળોએ પ્રતિમાઓના વિસર્જનના પ્રતિબંધ અંગેના સૂચના બોર્ડ લગાવવાની પણ તાકીદ તમામ ઝોનોને કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રીના સમયે પણ પૂરતું નિરીક્ષણ થઇ રહે તે માટે ઝોન સ્તરેથી જરૂરી માત્રામાં ફ્લડલાઇટ્સની સુવિધા પણ ઉભી કરવામાં આવશે અને ઉસબોર્ન વિસર્જનના અગાઉના દિવસથી બીજા દિવસ સુધી જે તે ઝોનમાંથી જરૂરી સ્ટાફને ઝોન વાઈઝ નિમણુંકો કરવાની રહેશે.

એટલું જ નહીં દશામા ઉત્સવ, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ બાદ ધાર્મિક પ્રતિમાઓનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી ઘર આંગણે, સોસાયટીના કોમન પ્લોટમાં કોરોનની ગાઈડલાઈનની અમલવારી સાથે કરવાની રહેશે. આ માટે દરેક નાગરિકો અને ગણેશ સ્થાપક મંડળોને જરૂરી શિક્ષણ અને માર્ગદર્શન આપવા પણ દરેક ઝોનમાં પ્રચાર અભિયાન હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે.

મહાનગર પાલિકાના કમિશનર બંછાનીધી પાનીની આ નોંધ પરથી સ્પષ્ટ છે કે દશામા બાદ હવે ગણેશ વિસર્જન માટે પણ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવશે નહીં. જો કૃત્રિમ તળાવની વ્યયવસ્થા ઉભી કરવામાં આવે તો વિસર્જનના દિવસે લોકોની ભીડ ભેગી થવાની સંભાવના છે. જેથી આ વખતે પણ મનપા દ્વારા કૃત્રિમ તળાવ ઉભા નહીં કરવામાં આવે અને ઓવારો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.

જેથી એક વાત નક્કી છે કે આ વર્ષે પણ ભક્તોએ દશામા અને ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન ઘર આંગણે જ ઇકો ફ્રેન્ડલી રીતે કરવાનું રહેશે.

આ પણ વાંચો : Surat : સુરતના જરદોશી એટલે કે ખાટલી વર્કની પરંપરા આજે પણ યથાવત

આ પણ વાંચો : Surat : સુરતના શ્રમજીવી પરિવારની આ દીકરીઓ રાખડી બનાવી થઇ પગભર

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">