Surat : પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં કરાતી ચંદનના લાકડાની ચોરી ઝડપાઇ, જથ્થો ગોડાઉનમાં રખાયો હતો

|

Feb 23, 2022 | 6:35 PM

સુરતના ચોક બજાર સ્થિત આવેલ ગાંધી બાગમાં ચંદનના ઝાડ છે પણ સિક્યુરીટીના અભાવે થોડાક દિવસો પહેલા મોડી રાત્રે પુષ્પા ફિલ્મની સ્ટાઈલ માં ચંદનના ઝાડને કાપીને લાકડાની ચોરી કરીને અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા

Surat : પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં કરાતી ચંદનના લાકડાની ચોરી ઝડપાઇ, જથ્થો ગોડાઉનમાં રખાયો હતો
Surat Sandalwood theft caught By Police

Follow us on

સુરતના(Surat)  પુણા કુંભરીયા ખાતેથી એક ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ચંદનના(Sandlwood) લાકડાનો જથ્થો મળી આવ્યો છે. જેમાં સુરતમાં ચંદનની પણ મોટી માત્રમાં ચોરી(Theft)  થતી હોવાની વાત સામે આવી છે. પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં ચંદન લાકડાનો જ તો એક ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. આની ગંધ ગુજરાત એટીએસ ટીમને આવી જતા એટીએસ ટીમે સુરત એસઓજીની ટીમ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને પર્દાફાશ કર્યો છે. જેમાં 500 કિલોથી વધુ ચંદનના લાકડા પકડાયા છે.

દરોડા દરમિયાન મોટી માત્રમાં ચંદન ના લાકડા મળી આવ્યા

સુરતના પુણા પોલીસે મથકની હદ વિસ્તરણ આવેલ પુણા કુંભરીયા ગામમા ટેકરા ફળિયામા આવેલ એક ગોડાઉનમાં મોટી માત્રામાં ચંદન ના લાકડાનો જથ્થો હોવાની બાતમી ATS ટીમે ને મળતા ATSની ટીમે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સાથે રાખીને દરોડા પાડયા હતા દરોડા દરમિયાન મોટી માત્રમાં ચંદન ના લાકડા મળી આવ્યા હતા એટલું નહી પણ ચંદન નો જથ્થો સંતાડી રાખનાર આરોપી ધીરુ આહીર અને વિનુ પટેલ ને ATS ની ટીમે દબોચી લીધા છે.હાલ તો 500 કિલો થી વધુ ચંદન ના લાકડા કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પુણા પોલીસ ઊંઘતી ઝડપાઈ

મહત્વની વાત એ છે ચંદન ના આ લાકડા ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવના હતા તે દિશામાં પોલીસ તપાસ આરંભી છે.બીજી તરફ ATS ની ટીમે દરોડા પાડતા સ્થાનિક પોલીસ એટલે પુણા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે કારણ કે પકડાયેલ બે પૈકી એક આરોપી નામ ધીરુ આહીર સ્થાનિક પોલીસના સંપર્કમાં હોવાની માહિતી મળી રહી છે.ત્યારે આ મામલે પણ ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

થોડાક સમય પહેલા સુરતના ગાંધી બાગમાંથી ચંદનના લાકડાની થઈ હતી ચોરી

સુરતના ચોક બજાર સ્થિત આવેલ ગાંધી બાગમાં ચંદનના ઝાડ છે પણ સિક્યુરીટીના અભાવે થોડાક દિવસો પહેલા મોડી રાત્રે પુષ્પા ફિલ્મની સ્ટાઈલ માં ચંદનના ઝાડને કાપીને લાકડાની ચોરી કરીને અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. આ મનાલી અઠવા લાઇન્સ પોલીસ મથકમાં પણ ફરિયાદ નોધાઇ છે શું આ એક લાકડા છે કે નહિ તે દિશામાં પણ તપાસ આરંભી છે.

આ પણ વાંચો : Ahmedabad: કારમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ, પાલડી પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો

 

Published On - 6:33 pm, Wed, 23 February 22

Next Article