મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની સ્માર્ટફોન ખરીદી યોજના અન્વયે ખેડૂતો દ્વારા ખરીદવામા આવતા રૂ.૧૫૦૦૦ સુધીના સ્માર્ટફોનની ખરીદી ઉપર ખરીદ કિંમતના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ.૬,૦૦૦/- સહાય ચૂકવવામાં આવે છે.

મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો
Mehsana: A program was organized to distribute assistance to farmers in purchasing smartphones
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Feb 23, 2022 | 5:00 PM

રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નિહાળ્યું

મહેસાણા જિલ્લા કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ (Video conferencing)હોલ ખાતે ખેડૂત (Farmer)દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન (Smart phone)પર સહાય યોજનાના લાભાર્થીઓને પ્રતીકાત્મક સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel)ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

કૃષિક્ષેત્રે ડીજીટલ સેવાનો વ્યાપ દિવસને દિવસે વધી રહ્યો છે. ખેડુતો નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી હવામાન ખાતાની આગાહી,સંભવિત રોગ જીવાત ઉપદ્વવની માહિતી સહિત નવીન ખેતી પ્રધ્ધતિથી અવગત થઇ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

ખેતીવાડી ખાતાની યોજનાઓની અધ્ધતન માહિતી મેળવવા અને ઓનલાઇન અરજી કરવા સ્માર્ટફોનનો ઉપયોગ જરૂરી છે. ખેડુતો દ્વારા સ્માર્ટફોન, ફોટોગ્રાફ્સ, ઇમેઇલ, મલ્ટીમીડીયા જેવા મેસેજ ડીજીટલ કેમેરા, જી.પીએસ, ઇન્ટરનેટ વગેરે જેવી સુવિધાનો ઉપયોગ કરી શકે તે હેતુથી સરકાર દ્વારા ખેડુતોને સહાય આપવાની યોજના અમલમાં મુકેલી છે.

ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની સ્માર્ટફોન ખરીદી યોજના અન્વયે ખેડૂતો દ્વારા ખરીદવામા આવતા રૂ.૧૫૦૦૦ સુધીના સ્માર્ટફોનની ખરીદી ઉપર ખરીદ કિંમતના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ.૬,૦૦૦/- સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના સહિત ખેડૂતો માટેની અમલી શ્રેણીબદ્ધ યોજનાઓનો લાભ લેવા માટે આગામી તા.૨૧/૦૩/૨૦૨૨ સુધી ખુલ્લા મુકાયેલા www.ikhedut.gujarat.gov.in (આઇ ખેડૂત પોર્ટલ) ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

ખેડૂતોને સહાય વિતરણ કરતા ધારાસભ્ય કરશન સોલંકી, કારોબારી ચેરેમન હરીભાઇ પટેલે ખેડૂત કલ્યાણ અર્થે સતત ચિંતિત રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપી, લાભાર્થી ખેડૂતોને સ્માર્ટફોનના ઉચિત ઉપયોગથી તેનો ઉદ્દેશ બર લાવવાની હિમાયત કરી હતી.

આ વેળા કલેકટર ઉદિત અગ્રવાલે કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓનો ખ્યાલ આપી, ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, મદદનીશ ખેતી નિયામક, તાલુકા અમલીકરણ અધિકારી, વિસ્તરણ અધિકારી સહિત ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Zaghadiya: અકસ્માતમાં 3 મોતની ઘટનામાં મનસુખ વસાવાનો વધુ એક વીડિયો સામે આવ્યો, તેણે કહ્યું મને પણ રેતી માફિયાથી ભય છે

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનામાં કેસોમાં ઘટાડો, માર્ચ માસમાં કોરોના નિયંત્રણો થઈ શકે છે હળવા ,માસ્ક દૂર કરવા અંગે અસમંજસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">