Gandhinagar : સહકારી સંસ્થાઓની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, ભાજપના સહકાર સેલની સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક

Gandhinagar : સહકારી સંસ્થાઓની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, ભાજપના સહકાર સેલની સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 3:28 PM

ગાંધીનગરની મેડિકલ કોલેજ ખાતે મળનારી આ બેઠકમાં સહકારી સંસ્થાઓ જેમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, જિલ્લા દુધ ઉત્પાદક સંઘ અને સહકારી ખરીદ વેચાણ સંઘના ટોચના પ્રતિનિધિઓ હાજરી આપશે.

Gandhinagar :  ટુંક સમયમાં ભાજપના સહકાર સેલની બેઠક શરૂ થશે, ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. મુખ્યત્વે આગામી સહકારી સંસ્થાઓની ચૂંટણીને (Election) ધ્યાનમાં રાખીને આ બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, જિલ્લા દુધ ઉત્પાદક સંઘ અને સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રતિનિધિઓ હાજર રહેશે.

સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ રહેશે હાજર

આગામી સહકારી સંસ્થાઓની ચૂંટણી ભાજપના મેન્ડેડ (Manded)પર લડવા માટે સી. આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.ભાજપના સહકાર સેલની આ બેઠકમાં સહકારી સંસ્થાના ટોચના પ્રતિનિધિઓ હાજર રહેશે.

સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પહેલી વખત ભાજપ મેન્ડેડ બહાર પાડશે

તમને જણાવી દઈએ કે, સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં (Co Opreative org. election)પહેલી વખત ભાજપ મેન્ડેડ આપીને ઉમેદવાર ઉતારવાની છે, ત્યારે તેને લઈને આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.ઉપરાંત આ બેઠકમાં આગામી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.

ગાંધીનગરની મેડિકલ કોલેજ ખાતે મળનારી આ બેઠકમાં સહકારી સંસ્થાઓ જેમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, જિલ્લા દુધ ઉત્પાદક સંઘ અને સહકારી ખરીદ વેચાણ સંઘના ટોચના પ્રતિનિધિઓ હાજરી આપશે.સહકારી સંસ્થાના પ્રતિનિધિએ (Representative) જણાવ્યુ હતુ કે,”આ મેન્ડેડને કારણે સહકારી સંસ્થાઓનનુ સંચાલન વધુ સારી રીતે થઈ શકશે, ઉપરાંત ગઠબંધન પણ અટકશે.”

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગોંડલ, જસદણ પંથકમાં મેઘમહેર

 

 

 

g clip-path="url(#clip0_868_265)">