Surat : વેતનમાં વધારો કરવાની માંગ સાથે મધ્યાહન ભોજન કર્મચારીઓએ, માંગરોળ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર

છેલ્લા બે વર્ષમાં કુકીંગ કોસ્ટ માં કોઈ પણ પ્રકારનો વધારો થયેલ નથી અને હાલ મોંધવારી સતત વધી રહી છે તો કુકીંગ કોસ્ટમાં મોંઘવારીનો દર મુજબ વધારો કરી આપવામાં આવે એ જરૂરી છે.

Surat : વેતનમાં વધારો કરવાની માંગ સાથે મધ્યાહન ભોજન કર્મચારીઓએ, માંગરોળ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર
Surat : Petition by Mangrol midday meal workers demanding increase in monthly wages
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 8:49 AM

માંગરોળ (Mangrol ) તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ અને ભારતીય મજદૂર સંઘના સંયુક્ત ઉપક્રમે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. માંગરોળ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ ના પ્રમુખ ના નેતૃત્વ હેઠળ કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ આવેદન પત્રમાં મુખ્યમંત્રીને સંબોધતા રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પડતર પશ્નો મુદ્દે જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં લડત આપવામાં આવશે. નોંધનીય છે કે મધ્યાહન ભોજન કર્મચારીઓને હાલમાં માસીક વેતન ફકત 1600, 1400, 500 અને 300 ચુકવવામાં આવે છે જે ઓછા છે તેમજ અન્ય રાજ્યમાં જેમ કે પોડુંચેરી 21,000, કેરલામા 14,000, તામીલનાડુમા 9000 ,જેટલુ વેતન મધ્યાહન ભોજન કર્મચારીઓને ચુકવવામાં આવે છે.

તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તારીખ 15 સપ્ટેમ્બર 2022 સુધી તેમના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ ન આવે તો આગામી તારીખ. 19 સપ્ટેમ્બર, 2022 ના રોજ ગાંધીનગર ખાતે ધરણા તેમજ તારીખ 20 સપ્ટેમ્બર, 2022 થી અચોક્કસ મુદત માટે કેન્દ્ર બંધ રાખવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે અમારા વેતનમાં વધારો કરી સમાન કામ, સમાન વેતન મુજબ લઘુતમ વેતન ચુકવવા માંગ કરી છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

રાજ્ય સરકાર દ્વારા હાલ બાળકોને પીરસવામાં આવતા ભોજનના બે ભાગ કરી નાસ્તો આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. પણ એના માટે કોઈ પણ પ્રકારનો નાણાકીય બોજ પડ્યો નથી તો. આ માટે અલગ થી જથ્થો મળી રહે તેવી રજૂઆત કરી છે. હાલની મોંઘવારી જોતા આટલા ઓછા ખર્ચમાં નાસ્તો તથા ભોજન બનાવવું અશકય હોય નાસ્તા માટે અલગથી જથ્થો તથા પેશગી ચુકવવા માંગ કરી છે. છેલ્લા બે વર્ષમાં કુકીંગ કોસ્ટ માં કોઈ પણ પ્રકારનો વધારો થયેલ નથી અને હાલ મોંધવારી સતત વધી રહી છે તો કુકીંગ કોસ્ટમાં મોંઘવારીનો દર મુજબ વધારો કરી આપવામાં આવે એ જરૂરી છે.

કારણ કે બે વર્ષ પહેલા રાંધણ ગેસના એક બોટલના ભાવ 700 રૂપિયા હતા, તે હાલમાં 1100 રૂપિયા પર પહોંચી ગયા છે. તેમજ શાકભાજી, મરીમસાલા તેમજ અન્યના ભાવ પણ ખુબ વધી જવાથી ભોજન-નાસ્તો આપવો અશક્ય છે, જેથી કર્મચારીઓને આપવામાં આવતા કુકીંગ કોસ્ટમાં વધારો કરવાની માંગણી કરવામાં આવી છે.

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">