AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મહિલા ટ્રાફિક પોલીસનો કોલર પકડી ઝપાઝપી કરતા વ્યકિત વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઇ

સુરતમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી બાઇક સવાર પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat : મહિલા ટ્રાફિક પોલીસનો કોલર પકડી ઝપાઝપી કરતા વ્યકિત વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઇ
Surat Traffic Police (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 29, 2021 | 6:24 PM
Share

સુરતના (Surat)પુણા વિસ્તારમાં પર્વત પાટિયા રેશમા રો હાઉસ પાસે ગત રોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં મહિલા ટ્રાફિક પોલીસ(Women Traffic Police)ટ્રાફિક નિયમનનું પાલન કરાવી રહી હતી. આ સમયે એક બાઈક પર આવેલા(Bike Driver) ઇસમે ટ્રાફિક નિયમનો(Traffic Rule Violation)ભંગ કરી બાઈક જવા દેવા માટે જણાવ્યું હતું. જોકે ફરજ પર હાજર મહિલા ટ્રાફિક પોલીસે તેને લાઈન ખૂલશે ત્યારે જ જવા દેવાશે અને થોડીવાર ઊભા રહેવા માટે જણાવ્યું હતું.

જોકે આ ઈસમે મહિલા ટ્રાફિક પોલીસનું માન ન રાખી તેની સાથે ગેરવર્તન  કર્યું હતું. તેમજ  યુનિફોર્મના શર્ટના કોલર પર હાથ મૂકી તથા શરીરના ભાગે છેડતી કરી ધક્કો માર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર મહિલા પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ડીંડોલી ખરવાસા રોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતી 42 વર્ષીય ઉજ્વલાબેન રામદાસ વાનખેડે સુરત શહેર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે. ગઇકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં તેઓ પર્વત પાટિયા પાસે રેશમા રો હાઉસ પાસે ફરજ પર હાજર હતા. આ દરમિયાન રેશમા રો હાઉસ તરફથી આવતા રોડ પરની લાઈન બંધ કરાવી હતી તે સમયે એક બાઈક પર આવેલા ઈસમે ટ્રાફિક નિયમનો ભંગ કરી તું મને જવા દે, મારે જવું છે તેમ કહી ઉજ્વલાબેન સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું.

જોકે ઉજ્વલાબેને ટ્રાફિક થોડો ઓછો થાય પછી લાઈન ખુલશે તમે થોડી વાર ઉભા રો તેમ જણાવ્યું હતું. પરંતુ મહિલા ટ્રાફિક પોલીસની વાત નહિ માની ઈસમે સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી ઉજ્વલાબેનના યુનિફોર્મનો શર્ટનો કોલર પકડી લીધો હતો અને છાતીના ભાગે હાથ લગાવી જોરથી ધક્કો મારી ઝપાઝપી કરી હતી. જેના કારણે અને ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ આવી પહોંચ્યા હતા.

જોકે ત્યારબાદ પણ આ ઈસમે એલફેલ બોલી ગાળાગાળ કરી હતી. જેથી આખરે લોકોએ તેને પકડી પાડ્યો હતો. ઉજ્વલાબેને પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પુણા પોલીસ મથકમાંથી તાત્કાલિક પોલીસ આવી પહોંચી હતી. સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરનાર અને સરથાણા વિસ્તારમાં રહેતા મેહુલ ભુપતભાઈ વઘાસિયા ની ધરપકડ કરી ઉજ્વલાબેનની ફરિયાદ લઇ તેની સામે સરકારી ફરજમાં રૂકાવટ નો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabad: નરોડા વિસ્તારમાંથી અફીણના જથ્થા સાથે એક શખ્શની એસ.ઓ.જી ક્રાઇમે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:  GANDHINAGAR : 2021માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1413 કરોડના પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ કરાયું : ગૃહપ્રધાન અમિત શાહ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">