GANDHINAGAR : 2021માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1413 કરોડના પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ કરાયું : ગૃહપ્રધાન અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે પ્રજાને કોરોના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. કોરોના પોતાનો રૂપ બદલીને ફરી એકવાર આપણી વચ્ચે આવ્યો છે. ત્યારે તેના સામે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હું મુખ્યપ્રધાન ગુજરાતના આરોગ્ય વિભાગ અને ગાંધીનગરના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ ને લઈને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જાણકારી લઉં છું.
GANDHINAGAR : સુશાસન સપ્તાહની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આજે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં 49.36 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું. રાયસણના સ્વર્ણિમ સંસ્કૃતિ કેન્દ્ર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 2 અર્બન હેલ્થ ડેવલપમેન્ટ સેન્ટર અને ગાંધીનગરના જુદા જુદા વિસ્તારોમાં ૧૪ જેટલા ઉદ્યાનોનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગાંધીનગરના પ્રભારી મંત્રી અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મેયર હિતેશ મકવાણા અને ગાંધીનગર મનપાના પદાધિકારિયો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ગાંધીનગરને વિકાસ કાર્યોની ભેટ બદલ ગૃહમંત્રી અમિત શાહ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમને ઉમેર્યું કે આઝાદી બાદ સ્વરાજ સાથે સુશાસનની જરૂર હતી. જે સૌપ્રથમ વખત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પૂરી પાડી હતી. પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની જોડીએ દેશમાં સુશાસનના અટલજીના સ્વપ્નને આગળ ધપાવ્યું છે. ગુજરાતને મોસાળે મા પીરસનારી છે ત્યારે વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માનું છું.
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે 2 PHC, 14 ઉદ્યાનના ઇ-લોકાર્પણ સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 468 આવાસોનું ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. જનતા માટેના તમામ વિકાસ કાર્યો ગાંધીનગરની પ્રજાની સુવિધાઓમાં વધારો કરશે તેવું ગૃહ મંત્રીએ જણાવ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે કોરોના કાળ છતાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1413 કરોડના 1261 જેટલા પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ કરાયું.
કોરોના હજી ગયો નથી, સાવચેતી જરૂરી : અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે પ્રજાને કોરોના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. કોરોના પોતાનો રૂપ બદલીને ફરી એકવાર આપણી વચ્ચે આવ્યો છે. ત્યારે તેના સામે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હું મુખ્યપ્રધાન ગુજરાતના આરોગ્ય વિભાગ અને ગાંધીનગરના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ ને લઈને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જાણકારી લઉં છું. કોરોના સામેની જંગમાં તંત્ર સાથે લોકોનો પણ સહકાર જરૂરી છે. તેથી હું લોકોને અપીલ કરી છું કે તેઓ કોરોના નિયમોનું પાલન કરે.
કોરોના સામે અત્યારે રસી જ એકમાત્ર હથિયાર
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકોને રસીના બંને ડોઝ લેવા આગ્રહ કર્યો હતો. કેન્દ્ર સરકારે જ્યારે 15થી 18 વર્ષના બાળકો માટે રસી ને મંજૂરી આપી ત્યારે તેઓએ બાળકોને પણ રજીસ્ટ્રેશન કરાવી રસીકરણનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા.