Ahmedabad: નરોડા વિસ્તારમાંથી અફીણના જથ્થા સાથે એક શખ્શની એસ.ઓ.જી ક્રાઇમે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો
Ahmedabad: એસ.ઓ.જી ક્રાઇમે નરોડા વિસ્તારમાં અફીણના ડોડા અને તેના પાવડર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.
Ahmedabad: એસ.ઓ.જી ક્રાઇમે નરોડા વિસ્તારમાં અફીણના ડોડા અને તેના પાવડર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. નરોડા બેઠક પાસેથી રાકેશ મોદી નામના શખ્સ પાસેથી રૂપિયા 1.76 લાખ રૂપિયાના 58 કિલો અફીણનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. એસ.ઓ.જી ક્રાઇમ પોલીસે રાકેશ મોદી નામના એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ પાસેથી 58 કિલો જેટલો અફીણના ડોડા તથા તેનો પાવડર મળી આવ્યો છે.
નાર્કોટિક એક્ટ હેઠળ હાલ આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2016 સુધી અફીણનો ધંધો કરવાનો પરવાનો રાકેશ મોદી ધરાવતો હતો. પરંતુ કાયદાની અંદર નિયમો બદલાતા તેની પાસે રહેલું લાયસન્સ રીન્યુ થઈ શક્યું નહિ. તે છતાંય આજદિન સુધી અફીણનો ધંધો કરતો હતો.
નરોડા બેઠક ત્રણ રસ્તા પાસે આરોપી રાકેશ મોદી પોતાની પ્રોવિઝન સ્ટોર ધરાવે છે અને આ જ પ્રોવિઝન સ્ટોરની આડમાં અફીણના ડોડા તથા તેના પાવડરનું વેચાણ કરતો હતો. એસ.ઓ.જી તપાસમાં આરોપી મકાનમાંથી અફીણનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આ જથ્થો તે મંગાવતો હતો અને ગ્રાહકની જરૂરિયાત મુજબ ભાવ વસૂલતો હતો.
ત્યારે બીજી બાજુ અફીણ ના ડોડા અને તેના પાવડર વેચવાનો પહેલો કેસ ક્રાઇમ એસ.ઓ.જી કર્યો છે. જો કે અનેક જ્ઞાતિમાં અફીણ પીવાનો રિવાજ હોય છે. તેમાંય કોઈ પ્રસંગ હોય ત્યારે ખાસ આ રિવાજ પાળવામાં આવે છે. આરોપી મુખ્યત્વે તેવા લોકોને જ આ અફીણ વેચતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે આગામી દિવસોમાં રિમાન્ડ દરમિયાન શુ નવા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: Success Story: 14 વર્ષની ઉંમરે થયા લગ્ન, બે બાળકો અને પરિવારની સંભાળ રાખતા એન અંબિકા બન્યા IPS ઓફિસર