Surat : છેલ્લા 10 દિવસમાં કોરોનાના ફક્ત 11 જ કેસ, મનપાએ હવે લોકો સુધી પહોંચવાને બદલે હેલ્થ સેન્ટરો પર જ ટેસ્ટિંગ ચાલુ રાખ્યું
મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે 1200 જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ ૫૨ કાર્યરત છે. જેઓને તબક્કાવાર રજા આપવામાં આવશે.
કોવિડની (Corona ) પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં આવી જતાં હવે આરટીપીસીઆર(RTPCR) અને રેપિડ(Rapid ) ટેસ્ટના પ્રમાણમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. પહેલી માર્ચથી મનપા દ્વારા ધન્વંતરી ૨થ તથા અન્ય માધ્યમો દ્વારા રેપિડ ટેસ્ટની સુવિધા પણ બંધ કરી છે અને હવે ફક્ત ૫૨ હેલ્થ સેન્ટરો પર જ આરટીપીસીઆર રેપિડ ટેસ્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે.
આ સિવાય ખાનગી હોસ્પિટલોમાં , લેબોમાં પેઇડ ટેસ્ટિંગની સુવિધા યથાવત છે . મનપા દ્વારા ફેબ્રુઆરીના મધ્ય સુધી દરરોજ એવરેજ 15 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવતા હતા જ્યારે ગત 1 માર્ચથી 10 માર્ચ સુધી શહે૨ માં માત્ર 9436 આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને માત્ર 11 પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
પોઝિટિવિટીનો દર 0.12 ટકા નોંધાયો છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં થયેલ ભારે ઘટાડા ઉપરાંત હવે લોકોમાંથી પણ કોવિડનો ભય દૂર થઇ જતાં કોવિડ ટેસ્ટિંગ માટે મનપાના હેલ્થ સેન્ટરો કે ખાનગી હોસ્પિટલો / લેબમાં જવાનું બંધ કરાયું છે . 1 થી 10 માર્ચ સુધીના મનપાના હેલ્થ સેન્ટરો , ખાનગી ક્ષેત્રે થયેલ કોવિડ ટેસ્ટિંગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે , શહેરમાં નાગરિકોની માનસિકતા કોવિડ બાબતે કેટલે અંશે રાહતભરી થઇ ગઇ છે.
હાલ પણ સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ મારફતે શહેરમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે. પ્રતિદિન અંદાજે 7 હજાર જેટલાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે , પરંતુ પહેલી માર્ચથી સંજીવની રથ , ધન્વંતરી રથની સુવિધા બંધ કરવામાં આવી છે.
એટલું જ નહીં ત્રીજી લહેર દરમિયાન તાત્કાલિક અસ૨ થી કોન્ટ્રાક્ટ ધોરણે ઊભી કરાયેલ મેનપાવર , મશીનરી પણ છૂટી કરવામાં આવી છે. ફક્ત હેલ્થ સેન્ટરો પર કાર્યરત કોવિડ ટેસ્ટ યથાવત રાખવામાં આવ્યા છે . ઝોનોમાં સ્થિત કોરોનાના કંટ્રોલરૂમો પણ પહેલી માર્ચથી બંધ કરાયા છે. જ્યારે વેસુ ખાતે સ્થિત સેન્ટ્રલ કંટ્રોલરૂમ 15 માર્ચ સુધી કાર્યરત રાખવામાં આવશે.
મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે 1200 જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ ૫૨ કાર્યરત છે. જેઓને તબક્કાવાર રજા આપવામાં આવશે.
ત્રણ થી નવ જાન્યુઆરી સુધીના સપ્તાહમાં 1,02,965 ટેસ્ટ , 10 થી 16 જાન્યુ . સુધીના સપ્તાહમાં 1,15,191 ટેસ્ટ , 7 ફેબ્રુ . થી 13 ફેબ્રુ . દરમિયાનના સપ્તાહમાં 53,394 ટેસ્ટ , 21 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી સુધીના સપ્તાહના 29,479 આરટીપીસીઆર – રેપિડ ટેસ્ટ શહેરમાં થયા હતા જ્યારે 1 થી 10 માર્ચ દરમિયાનના 10 દિવસમાં શહેરમાં માત્ર 9436 કોવિડ ટેસ્ટ કરાવવા લોકો આવ્યા છે. તેમાંય માત્ર 11 પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ પણ વાંચો :