સુરતના માનદરવાજા વિસ્તારમાં આર્મીમેનની પત્ની ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ, ચાર વર્ષથી ચાલતો હતો છુટાછેડાનો કેસ
ઘટનામાં પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રની વતની અને પતિ સાથે છેલ્લા ચાર વર્ષથી કોઈને કોઈ બાબતે વિખવાદને પગલે છૂટાછેડાનો કેસ ચાલતો હોવાથી આ મહિલા નંદીની વિનોદભાઈ મોરે સુરતમાં માન દરવાજા સી ટેનામેન્ટ એટલે કે પોતાના પિયરમાં રહેતી હતી.
સુરત (Surat)માં ગુનેગારો જાણે બેફામ બનતા જઈ રહ્યા છે. સુરતમાં ક્રાઈમ (Crime)ની ઘટનામાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. રીંગરોડ પાસે આવેલા માન દરવાજા એપાર્ટમેન્ટમાં એક મહિલા પર ફાયરિંગ (Firing) થતા ચકચાર મચી ગઈ છે. હાલ આ ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મહિલા આર્મીમેનના પત્ની હોવાનું અને ચાર વર્ષથી તેમના છુટા છેડાનો કેસ ચાલતો હોવાની માહિતી છે.
સુરતમાં લોકોની માનસિકતા સતત બદલાઈ રહી હોવાનું જોવા મળી રહ્યુ છે. નાની અમથી વાતમાં પણ કોઈ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવે તેવી ઘટના જાણે સામાન્ય બનતી જઇ રહી છે. ત્યારે સુરતના રીંગરોડને અડીને આવેલા માન દરવાજા સી ટેનામેન્ટમાં શનિવારે સાંજે જાહેરમાં એક મહિલા પર બે અજાણ્યા ઈસમો આવી ને એક પછી એક ચાર રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે મહિલાને થાપા, હાથ અને છાતીમાં નીચે ઈજા થઈ હતી.
ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે આ મહિલાના આર્મીમેન પતિ સાથે છેલ્લા ચાર વર્ષથી છૂટાછેડાનો કેસ ચાલતો હોય જે બાબતે ફાયરીંગ પતિએ કરાવ્યાની આશંકા તેણે પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.
ઘટનામાં પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રની વતની અને પતિ સાથે છેલ્લા ચાર વર્ષથી કોઈને કોઈ બાબતે વિખવાદને પગલે છૂટાછેડાનો કેસ ચાલતો હોવાથી આ મહિલા નંદીની વિનોદભાઈ મોરે સુરતમાં માન દરવાજા સી ટેનામેન્ટ એટલે કે પોતાના પિયરમાં રહેતી હતી. શનિવારે સાંજે 6.30 કલાકે ભાણેજ યોગીતા અને અન્ય એક મહિલા સાથે તે દવાખાનેથી પરત ઘરે જતી હતી. ત્યારે બંબાગેટની પાછળની ગલીમાં અચાનકજ બાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિ તેના પર એક પછી એક ચાર રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા.
ફાયરીંગની ઘટનામમાં નંદીનીને થાપા, ડાબા હાથ અને છાતીમાં ડાબી બાજુ નીચે ઇજા થઇ છે. એક ગોળી તેના હાથના પંજામાંથી આરપાર નીકળી ગઇ હતી. મહિલાને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ફાયરીંગની ઘટનાને પગલે તાત્કાલિક સલાબતપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી એક કારતુસ મળી આવી હતી. જે બાદ તપાસમાં ઈજાગ્રસ્ત મહિલા નંદીનીનો પતિ વિનોદ આર્મીમાં ફરજ બજાવતો હોવાની અને બંને વચ્ચે વિખવાદ ચાલતો હોવાની માહિતી મળી હતી.
નંદીનીનો પતિ વિનોદ હાલ નાંદેડમાં રહે છે. આ બંનેના લગ્ન વર્ષ 2010માં થયા હતા. જોકે બંને વચ્ચે થોડા સમયથી વિખવાદ શરૂ થયો હતો અને ચાર વર્ષ અગાઉ નંદીનીએ સુરત પિયરમાં આવી છૂટાછેડાનો કેસ કર્યો હતો. નંદીનીનો પતિ આઠ દિવસ અગાઉ જ મુદત હોવાથી સુરત આવ્યો હતો. પોલીસની પુછપરછમાં નંદીની અને પરિવારજનોએ તેમને અવારનવાર ધમકી અપાતી હોવાનો અને વિનોદે અગાઉ અપહરણનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ વિનોદ દ્વારા જ ફાયરીંગ કરાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સલાબતપુરા પોલીસે આ અંગે ગુનો નોંધવા અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો- Devbhumi Dwarka: મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓ માટે તંત્રની તૈયારીઓ, પદયાત્રીઓ માટે કેટલાક જાહેરનામા અમલી
આ પણ વાંચો- Ahmedabad : ધોળકા ચંડીસર નજીક નર્મદા કેનાલમાં ગાબડું, પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને નુકશાન