સુરતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો હાજર નહીં રહેતા ઉમેદવારી ફોર્મ રદ, ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યાના આરોપ સાથે કોંગ્રેસ જશે હાઈકોર્ટના દ્વારે

|

Apr 21, 2024 | 11:40 PM

છેલ્લા 24 કલાક ગુજરાતની રાજનીતિ માટે ગરમાગરમી ભર્યા રહ્યા. સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ્દ થતા ભારે રાજકીય ગરમાગરમી જોવા મળી. કોંગ્રેસે ભાજપ પર સત્તાના દૂરૂપયોગનો આરોપ લગાવ્યો. બીજી તરફ ભાવનગરમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણા અને અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરના ફોર્મમાં પણ વાંધો ઉઠાવાયો હતો પરંતુ આ બંન્ને ઉમેદવારના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે.

શનિવારથી સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો. ચૂંટણી પંચે ટેકેદારો હાજર ના રહેતા કુંભાણીનું ફોર્મ રદ્દ કરી નાંખ્યું. કુંભાણી સહિત બેઠકના અન્ય 4 ઉમેદવારોના પણ ફોર્મ રદ્દ થયા છે. જોકે આખા વિવાદમાં કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે કહ્યુ કે ભાજપને નિલેશ કુંભાણી જીતી જવાનો ડર હતો અને એટલે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને તેમને હેરાન કરાયા છે. આ તરફ ભાજપનું સ્પષ્ટ માનવું છે કે કાયદા મુજબનો નિર્ણય અધિકારીએ લીધો છે. એમાં નિયમોનું ઉલ્લંઘન થયુ હોય તો જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોય.

જોકે હવે કોંગ્રેસે નક્કી કર્યુ છે કે આખા મામલાને લઈને હાઈકોર્ટમાં જવાશે અને હાઈકોર્ટથી પણ ઉપર સુપ્રીમ કોર્ટ સુધી પણ જશે. કોંગ્રેસે ચૂંટણી નિષ્પક્ષ નથી થઈ રહી તેવો આડકતરો આરોપ પણ લગાવ્યો છે.

શું રહ્યો સમગ્ર ઘટનાક્રમ ?

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ સુરતના કૉંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીના ફૉર્મ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના ટેકેદારો યોગ્ય નથી. કુંભાણીના 4માંથી 3 ટેકેદારોએ સોગંદનામું કર્યું. સોગંદનામામાં લખ્યુ કે તેમણે ટેકેદાર તરીકે સહી નથી કરી. કલેક્ટરે શનિવારે કુંભાણી પાસે ખુલાસો માંગ્યો. બાદમાં કલેક્ટરે રવિવાર સવાલ 11 વાગ્યા સુધીનો સમય આપ્યો. સવાલે 11 સુધીમાં પણ ટેકેદારોનો સંપર્ક થઈ શક્યો નહી. તેથી કલેક્ટરે કુંભાણીનું ફોર્મ રદ્દ કરી નાંખ્યું. ઘટનાક્રમમાં કુંભાણીએ ગંભીર આરોપ લગાવ્યા. તેમના આરોપ મુજબ ટેકેદારોનું અપહરણ કરાયું છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો
  • કુંભાણીના 4માંથી 3 ટેકેદારોએ સોગંદનામું કર્યું
  • સોગંદનામામાં લખ્યુ કે તેમણે ટેકેદાર તરીકે સહી નથી કરી
  • કલેક્ટરે શનિવારે કુંભાણી પાસે ખુલાસો માંગ્યો
  • કલેક્ટરે રવિવાર સવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો
  • કુંભાણી દ્વારા ટેકેદારોનો સંપર્ક થઈ શક્યો નહી
  • કલેક્ટરે કુંભાણીનું ફોર્મ રદ્દ કરી નાંખ્યું
  • ઘટનાક્રમમાં કુંભાણીએ ગંભીર આરોપ લગાવ્યા
  • આરોપ મુજબ ટેકેદારોનું અપહરણ કરાયું છે

જોકે ફોર્મને લઈને માત્ર એક જગ્યાએ વિવાદ થયો તેવું નથી. આ સિવાય ભાજપ દ્વારા ભાવનગરના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે પણ ફરીયાદ કરાઈ હતી. તેઓના શિક્ષણને લઈને સવાલ કર્યા હતા કે તેઓએ અભ્યાસની તમામ માર્કશીટ જમા નથી કરાવી. ત્યારે આપ તરફથી કહેવાયું હતુ કે જે માણસ ગ્રેજ્યુએટ હોય એણે 12મુ પાસ કર્યું જ હોય એટલે તમામ માર્કશીટની જરૂર નથી. આ બાબત બાદ ચૂંટણી અધિકારીએ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કર્યું હતું. ફોર્મ મંજૂર થતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો તો વળી ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો

અમરેલીમાં જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય રખાયુ

આ તરફ અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના ફોર્મ સામે પણ વાંધો ઉઠાવાયો હતો પરંતુ વાદવિવાદ અને દલીલો બાદ જેની ઠુમ્મરનું પણ ફોર્મ માન્ય રખાયું હતું.જેની ઠુમ્મરનું ફોર્મ મંજૂર થતાં જ સમર્થકો ગેલમાં આવી ગયા, અને સત્યમેવ જયતેના નારા લગાવીને ખુશી વ્યક્ત કરી. મહત્વપૂર્ણ છે કે જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વાંધા અરજી મળતા જ ચૂંટણી વિભાગ એક્શનમાં આવ્યું હતું અને તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી. આખરે નાટકીય ઘટનાક્રમ વચ્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારીએ મહત્વનો ચુકાદો આપતા જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય રાખ્યું હતું. પોતાનું ફોર્મ માન્ય રખાતા જેની ઠુમ્મરના જીવમાં જીવ આવ્યો હતો.

ગુજરાતની રાજનીતિના છેલ્લા 24 કલાક અતિમહત્વપૂર્ણ રહ્યા. એક તરફ ભાવનગર અને અમરેલીમાં INDIA ગઠબંધનની મોટી જીત થઈ જ્યારે કે સુરતમાં ઉમેદવારી ફોર્મ રદ્દ થયું હતુ. આ સ્થિતિમાં સુરતને લઈને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે જોવું રહ્યુ કે સુરત બેઠક પર આગળ કાયદાકીય લડાઈ કઈ દિશામાં જોવા મળે છે. અને આખરી નિર્ણય કોર્ટનો શું હોય છે.

આ પણ વાંચો: દેશના 8 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી, ગુજરાત સહિત 213 રાજ્યોના 125 જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article