Surat : દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી, નવ લાખના મુદ્દામાલ સાથે બે કપલની ધરપકડ
સુરતના(Surat) અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફના માણસો વોચ રાખી હતી ત્યારે આ કાર પસાર થતા ચેકીંગ કર્યું હતું ત્યારે કાર માં દારૂની હેરાફેરી કરવા માટે ચોર ખાના નીકળ્યા હતા. જે કારને રોકી પહેલા પોલીસ જોયું તો બે કપલ બેઠેલા હતા
સુરત(Surat)અને જિલ્લામાં દારૂની હેરાફેરી(Liquor)કરવા માટે ખેપિયાઓ અવનવા રીતો અજમાવતા હોય છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં બે કપલ મળીને કારમાં દારૂની હેરાફેરી કરતા હતા જોકે સુરતના અડાજણ પોલીસે બે કપલની ધરપકડ કરી છે.અડાજણ પોલીસ ને પહેલા ગાડી રોકી હતી બાદમાં થોડા સમય માટે પોલીસ પણ શોધતી રહી કે દારૂ ક્યાં છે 15 મિનિટ બાદ પોલીસને દારૂ મળતા હાશકારો અનુભવ્યો હતો. જેમાં અડાજણ પોલીસે માહિતી ના આધારે એક બ્રિજા કાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ કુલ્લે નંગ-280 જેની કુલ્લે કિમત 62,800 તથા અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપીયા 2250 તથા કારમાંથી મળી આવેલ નંબર પ્લેટ બ્રેઝા કાર મળી કુલ રૂપિયા 9,86,550 ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી કેસ દાખલ કર્યો.
દારૂની હેરાફેરી કરવા માટે ચોર ખાના નીકળ્યા હતા
મળતી માહિતી મુજબ સુરત ની અડાજણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તર દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની બ્રેઝા ફોર વ્હીલકાર રજી નં.GJ-05-RN-6035 માં બે કપલ જેમાં જયેશ પટેલ તથા છગન પટેલ તથા બે મહીલાઓ મોટા પ્રમાણ ઇગ્લીશ દારૂનો જથ્થો લઇને આવે છે અને થૉડી વારમાં અડાજણ પાલ ઉમરા બ્રીજ પરથી પસાર થનાર છે જે બાતમીના આધારે અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઇ સ્વપ્નિલ પંડ્યા અને સ્ટાફના માણસો વોચ રાખી હતી ત્યારે આ કાર પસાર થતા ચેકીંગ કર્યું હતું ત્યારે કાર માં દારૂની હેરાફેરી કરવા માટે ચોર ખાના નીકળ્યા હતા. જે કારને રોકી પહેલા પોલીસ જોયું તો બે કપલ બેઠેલા હતા જેથી પોલીસ ગાડી ચેક કરી પણ કાંઈ પહેલા મળ્યું નહિ બાદમાં પોલીસ ને શંકા જતા ફરી ગાડી ચેક કરી બાદમાં પોલીસે ગાડીના ચોર ખાનામાં દારૂ રાખેલ હોવાથી જેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો હતો.
પોલીસે બે મહિલા સહિત ચારની ધરપકડ કરી
એટલું નહિ પણ કાર બે યુગલો સાથે મળીને કારમાં દારૂની હેરાફેરી કરતા હતા.પોલીસે બે મહિલા સહિત ચારની ધરપકડ કરીને કુલ 9 લાખથી વધુનો મુદામાલ કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. .દારૂની હેરાફેરી કરનાર પકડાયેલ કપલ આરોપી (૧) ડ્રાઇવર: છગનભાઇ મગનભાઇ પટેલ ઉ.વ.૪૧ ધંધો:-ખેતીકામ રહેઃ- ઘર નં.50 ટેકરા ફળીયુ, રાજગરી ગામ સુવાલીની બાજુમાં તા:-ચોર્યાસી જી:-સુરત (૨) જયેશભાઇ કનુભાઇ પટેલ ઉ.વ.૨૫ ધંધો:- નોકરી રહે.:-ગામ:- ઘર નં.85 ટેકરા ફળીયુ રાજગરી ગામ સુવાલીની બાજુમાં તા:-ચોર્યાસી જી:-સુરત (૩) ભાવનાબેન તે છગનભાઈ મગનભાઈ પટેલની પત્ની ઉ.વ.૩ર ધંધો- ઘરકામ/ખેતીકામ રહે-ઘર નં.50 ટેકરા ફળીયુ,રાજગરી ગામ સુવાલીની બાજુમાં તા:-ચોર્યાસી જીઃ-સુરત (૪) હિમાનીબેન તે જયેશભાઈ કનુભાઈ પટેલની પત્ની ઉ.વ.21 ધંધો-ઘરકામ રહે:-ઘર નં.85 ટેકરા ફળીયુ રાજગરી ગામ સુવાલી છે.