AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં NEET ની પરીક્ષામાં વિદ્યાર્થિનીએ ગળામાં પહેરેલી કંઠી કઢાવતા થયો વિવાદ- જુઓ Video

આજે દેશભરના લાખો વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ સહિતના ચાર કોર્સમાં પ્રવેશ માટે લેવાતી NEET ની પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે સુરતમાં આ પરીક્ષાને લઈને વિવાદ સામે આવ્યો છે. સુરતમાં પરીક્ષા ખંડમાં પ્રવેશ પહેલા થતા ચેકિંગ દરમિયાન એક વિદ્યાર્થિની પાસે ગળામાં પહેરેલી કંઠી કઢાવી નાખતા વિવાદ વકર્યો છે.

સુરતમાં NEET ની પરીક્ષામાં વિદ્યાર્થિનીએ ગળામાં પહેરેલી કંઠી કઢાવતા થયો વિવાદ- જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2026 | 5:55 PM
Share

આજે દેશભરમાં મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા ગુજરાતના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે દેશના 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જો કે સુરત શહેરમાં આ પરીક્ષામાં વિદ્યાર્થિનીએ ગળામાં પહેરેલી કંઠી ઉતરાવતા વિવાદ થયો છે.

શું હતો સમગ્ર ઘટનાક્રમ?

સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થિનીને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ સર્જાયો. અમરોલીના ગૌતમી કન્યા વિદ્યાલયમાંથી આવિવાદના દૃશ્યો સામે આવ્યા છે. જ્યાં દીકરીની કંઠી ઉતારાવતા તેના પિતા રોષે ભરાયા હતા. પિતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે “હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી શા માટે કઢાવો છો ? હું લાહોર કે રાવલપિંડીમાં થોડો રહું છું ? હું સુરતમાં છું” તેમ કહી પિતાએ રોષ ઠાલવ્યો હતો.

વાલીનું નામ પરેશ કાછડિયા હોવાનું સામે આવ્યું છે. તે આટલેથી જ ન અટક્યા. તેમણે પરીક્ષા આપવા વર્ગખંડમાં ગયેલી દીકરીને પરત બોલાવી અને તેને ફરી કંઠી પહેરાવવાની જીદ પકડી. પિતાની આ હરકતથી દીકરી પણ મૂંઝવણમાં મુકાઈ હતી. પરીક્ષામાં મોડું થતું હોઈ તે રડી પડી હતી.

“હિજાબ, બુરખો, ટોપી નથી ઉતરાવતા તો કંઠીમાં શું સમસ્યા છે ?”

વિવાદને પગલે પરીક્ષા કેન્દ્ર બહાર તણાવની સ્થિતિ સર્જાઈ હતી. રોષે ભરેલા પિતાનું કહેવું હતું કે “તમે હિજાબ ઉતરાવી ન શકો તો કોઈ વાંધો નહીં, હિજાબ રાખો, બુરખો રાખો, ટોપી પહેરો પણ હિન્દુ દીકરા-દીકરીઓની કંઠી શા માટે કાઢી નાખો છો ?” સ્થિતિ વણસતી જોઈને ત્યાં હાજર સૌએ પણ વાલીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેમનું આ વર્તન દીકરીની પરીક્ષા બગાડશે. આખરે વાલી ઠંડા પડ્યા હતા.

આપને જણાવી દઈએ કે  ગુજરાતના 31 શહેરોના 211 કેન્દ્રોમાં પરીક્ષા યોજાઈ હતી. આ તમામ કેન્દ્રો પર દેખરેખ માટે 240 જેટલા નિરીક્ષકો નિમવામાં આવ્યા છે.

રાજ્યમાં વધુ એક માવઠુ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી, 5 થી 7 મે દરમિયાન રાજ્યના આ જિલ્લાઓમાં હવામાનમાં આવશે પલટો- Video

Follow Us
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
g clip-path="url(#clip0_868_265)">