Breaking News : ઈજાના કારણે ઓલરાઉન્ડર આયર્લેન્ડ પ્રવાસમાંથી બહાર, ઇંગ્લેન્ડ પ્રવાસમાં પણ રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ, આ છે કારણ
India Tour of Ireland: ભારતનો આયર્લેન્ડ પ્રવાસ 26 જૂનથી શરૂ થઈ રહ્યો છે. તે પ્રવાસ પહેલા, ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી ઈજાને કારણે બહાર થઈ ગયા હોવાના અહેવાલ છે.

Nitish Reddy ruled out : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડીના આયરલેન્ડ વિરુદ્ધની ટી20 સીરિઝમાંથી બહાર થયાની ચર્ચા છે. બીસીસીઆઈના સુત્રો અનુસાર તેના ઈંગ્લેન્ડ પ્રવાસ રમવાનું નક્કી નથી.આની પાછળનું કારણ તેની ક્વોડ્રિસેપ્સની ઈજા જણાવવામાં આવી રહી છે. નીતિશ રેજડ્ડીને ક્વાડ્રિસેપ્સની ઈજા થઈ છે. જેના કારણે આયરલેન્ડ પ્રવાસમાંથી દુર થયો છે. ઈંગ્લેન્ડમાં વ્હાઈટ બોલ સીરિઝ તે રમશે કે નહી તે નક્કી નથી. તમને જણાવી દઈએ કે, ભારતનો આયર્લેન્ડ પ્રવાસ 26 જૂનથી શરૂ થઈ રહ્યો છે.
યુકે પ્રવાસમાં નીતિશ રેડ્ડી કેમ મહત્વપૂર્ણ હતો?
નીતિશ રેડ્ડીને યુકે પ્રવાસ પર વનડે અને ટી20 ટીમમાં સ્થાન મળ્યું હતુ. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં તે ટીમનું મહત્વનું હથિયાર હતુ. પરંતુ હવે તેના બહાર થવાથી ટીમ ઈન્ડિયાની મુસીબત થોડી વધી ગઈ છે. ઈજાએ નીતિશ રેડ્ડીને એક વર્ષથી પરેશાન કર્યો છે. આઈપીએલ 2025માં તે 13 મેચમાં માત્ર 5 ઓવર જ રમી શક્યો હતો.ત્યારબાદ તેને ઘુંટણની ઈજાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ વચ્ચે બહાર થયો હતો.
નીતિશ રેડ્ડી ક્યારે ઈજાગ્રસ્ત થયો?
નીતિશ રેડ્ડીને ક્વાડ્રિસ્પેસ ઈજા અફઘાનિસ્તાન વિરુદ્ધ વનડે સીરિઝ દરમિયાન થઈ હતી. ધર્મશાળામાં પોતાના વનડે કરિયરની પહેલી વિકેટ લેનાર નીતિશ લખનૌમાં બીજી વનડેમાંથી બહાર રહ્યો હતો. કેપ્ટન ગિલે તેને બહાર થવાનું કારણ ક્વાડ્રિસેપ્સમાં થઈ રહેલી પરેશાની બતાવી છે. ત્યારબાદ તેઓ ત્રીજી વનડેમાં રમ્યો હતો. 6 ઓવરમાં 42 રન આપી કોઈ વિકેટ લીધી ન હતી. આ મેચમાં તેમણે બેટિંગ કરી ન હતી.
ભારતનો આયરલેન્ડનો પ્રવાસ
ભારતનો આયરલેન્ડના પ્રવાસની શરુઆત 26 જૂનથી થઈ રહી છે. આ પ્રવાસ પર ટી20 સીરિઝ બેલફાસ્ટમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ખેલાડી લંડન થઈ બેલફાસ્ટ પહોંચશે. ભારતનો આયરલેન્ડનો પ્રવાસ 2 કારણે ચર્ચામાં છે. એક તો તે કેપ્ટન બન્યા બાદ શ્રેયસ અય્યરની પહેલી ઈન્ટરનેશનલ અસાઈમેન્ટ હશે. બીજું આ પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીનું ડેબ્યુ જોવા મળી શકે છે.
પિતાએ સરકારી નોકરી છોડી બનાવ્યો ક્રિકેટર, 30 બોલમાં સદી ફટકાવનાર નીતિશ રેડ્ડીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
