Surat : સુરતના એન્ટ્રી પોઇન્ટ પર એક અઠવાડિયામાં 17 હજાર કરતા વધુ કોરોના ટેસ્ટ, એકપણ પોઝિટિવ નહીં

સુરતમાં દિવાળીની રજા બાદ કોરોનાના કેસમાં વધારો થતાં મહાનગર પાલિકા તંત્રે સુરત બહાર ફરીને આવતા મુસાફરોનુ ચેકિંગ સઘન બનાવાયું છે. મહાનગર પાલિકા તંત્રએ છેલ્લા સાત દિવસમાં સુરતના એન્ટ્રી પોઇન્ટ, રેલવે, બસ સ્ટેશન અને એરપોર્ટ પર સત્તર હજારથી વધુ મુસાફરોના કોરોના ટેસ્ટ કર્યા છે. પરંતુ તેમાંથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. મનપા તંત્ર એન્ટ્રી પોઈન્ટ પર સઘન ચેકિંગ કરી રહી છે,

Surat : સુરતના એન્ટ્રી પોઇન્ટ પર એક અઠવાડિયામાં 17 હજાર કરતા વધુ કોરોના ટેસ્ટ, એકપણ પોઝિટિવ નહીં
Surat: More than 17,000 corona tests a week at Surat's entry point, not a single positive
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 2:00 PM

સુરત શહેરમાં કોરોના(Corona ) ફેલાતો અટકાવવા માટે મહાનગર પાલિકા તંત્ર દ્વારા આક્રમક કામગીરી અપનાવવામાં આવી છે. જે અંતર્ગત શહેરના એન્ટ્રી પોઈન્ટ(Entry Point ) પર મુસાફરી કરીને આવતા નાગરિકો નું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ટેસ્ટિંગમાં શહેરીજનો નેગેટિવ રિપોર્ટ આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ જે નાગરિકોના ટેસ્ટીંગ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ,એવા કેટલાક નાગરિકો માં એક બે દિવસ બાદ પોઝિટિવ દર્દીઓ મળી આવતાં મહાનગર પાલિકા તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે.

સુરતમાં દિવાળી ની રજા બાદ કરવાના કેસમાં વધારો થતાં મહાનગર પાલિકા તંત્રે સુરત બહાર ફરીને આવતા મુસાફરોને ચેકિંગ સઘન બનાવાયું છે. મહાનગર પાલિકા તંત્રએ છેલ્લા સાત દિવસમાં સુરતના એન્ટ્રી પોઇન્ટ, રેલવે, બસ સ્ટેશન અને એરપોર્ટ પર સત્તર હજારથી વધુ મુસાફરો ના કોરોના ટેસ્ટ કર્યા છે. પરંતુ તેમાંથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.  મનપા તંત્ર એન્ટ્રી પોઈન્ટ પર સઘન ચેકિંગ કરી રહી છે, પરંતુ એન્ટ્રી પોઈન્ટ પર કોરોના ટેસ્ટિંગમાં નેગેટિવ મળી આવેલા કેટલાક લોકો બે ત્રણ દિવસ બાદ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેવા બે ચાર કેસ આવતા મનપા તંત્રની મૂંઝવણ વધી છે.

દિવાળીની ખરીદી અને ત્યારબાદની રજામાં સુરતીઓ બિન્દાસ બનીને ફરવા ગયા તેના કારણે સુરતમાં કોરોના સંક્રમણ વધશે તેવી ભીતિ હવે સાચી પડી રહી છે, હાલમાં પોઝિટિવ આવનાર વ્યક્તિને travel history મળી આવતા મનપા તંત્ર સુરત માં આવતા મુસાફરોને ચેકિંગ સઘન કર્યું છે, મનપા તંત્રે સુરત રેલવે સ્ટેશન, સુરત એરપોર્ટ, બસ સ્ટેશન સાથે જ સુરતમાં ખાનગી વાહનો મારફતે આવતા લોકોના ટેસ્ટિંગ વધુ આક્રમક કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મનપાએ છેલ્લા સાત દિવસમાં આ જગ્યાએથી 17,151 લોકોના ટેસ્ટ કર્યા છે. પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિ પોઝિટિવ આવ્યો નથી, તેથી તંત્ર રાહત અનુભવતું હતું, પરંતુ તંત્ર માટે બીજી મુશ્કેલી ઊભી થઈ છે. છેલ્લા ચારેક દિવસમાં જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમાંથી કેટલાક ગુજરાત બહારની ટ્રાવેલ્સ ધરાવે છે. તેઓના એન્ટ્રી પોઈન્ટ પર કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે નેગેટિવ આવ્યા હતા. જોકે ત્યારબાદ એક બે દિવસ પછી તેઓમાં લક્ષણો દેખાતા તેઓ જાતે જ હેલ્થ સેન્ટર પર ચકાસણી કરવા ગયા ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ એન્ટ્રી પોઈન્ટ પર નેગેટિવ અને બે ચાર દિવસ બાદ પોઝિટિવ આવતા તંત્રની મૂંઝવણ વધી છે.

આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ

આ પણ વાંચો : ભાવનગર અને જૂનાગઢમાં પણ જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ, લારીઓ હટાવવામાં આવશે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">