ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ

સાક્ષી વાઘેલાનો આઈક્યુ લેવલ તેની ઉંમરના સામાન્ય બાળકો કરતા અનેક ગણો વધુ છે.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Nov 14, 2021 | 11:28 AM

BHAVNAGAR : બાળકને ભગવાનનું રૂપ માનવામાં આવે છે અને આપે જોયું હશે કે બાળકોમાં નાનપણથી જ અનોખી શક્તિ અને આવડત હોય છે. જેમાં કોઈ બાળકને ડાન્સ કરવાનો શોખ હોય છે તો કોઈ બાળકો ગીત ગાવાના દીવાના હોય છે.પરંતુ કેટલાક બાળકો પાસે એવું પણ ટેલેન્ટ હોય છે જેને જોઇને લોકો આશ્ચર્યચકિત પણ થઇ જાય.ત્યારે ભાવનગરમાં પણ એક બાળકીની કાબેલિયતે લોકોને મંત્રમુગ્ધ કરી મુક્યાં છે.

ભાવનગરમાં એક બાળકીની કાબેલિયત કંઈક એવા પ્રકારની છે કે જેને જોઈને દરેક જણ સ્તબ્ધ છે.માત્ર ચાર વર્ષની ઉંમરમાં બાળકીની જબરદસ્ત યાદશક્તિ છે. નાની પાણીયાળી ગામમાં રહેતી સાક્ષી વાઘેલાનું મગજ કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે અને પોલીસ વિભાગમાં આવતી કલમો કડકડાટ બોલે છે.

સાક્ષી વાઘેલાનો આઈક્યુ લેવલ તેની ઉંમરના સામાન્ય બાળકો કરતા અનેક ગણો વધુ છે. સાક્ષીનો આઈક્યુ લેવલ એટલો વધારે છે કે આ બાળકીને જોઈને તમને આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ જેવા વૈજ્ઞાનિકોની યાદ અપાવશે.

આ બાળકીના ટેલેન્ટને જોઈને સૌકોઈ તેને બિરદાવી રહ્યાં છે..બાળકીના પિતાનું કહેવું છે કે, તેમની દીકરીની યાદશક્તિ અગાઉથી જ અસાધારણ રહી છે.સાથે જ આજના વાલીઓ માટે આ બાળકી શીખ સમાન છે અને મોબાઈલના બદલે બાળકોમાં આવું જ્ઞાન વધે તેવા પ્રયત્નો વાલીઓએ કરવા જોઈએ.

આ પણ વાંચો : Ahmedabad: SVP હોસ્પિટલ વધુ એક વિવાદમાં, કર્મચારીઓને છૂટા કરી દેવાતા બીજા દિવસે પણ વિરોધ

આ પણ વાંચો : વલસાડ આત્મહત્યા કેસ: ગણતરીના કલાકો પૂર્વે યુવતી સુરત રેલવે સ્ટેશન પર મળી હતી જોવા, CCTV ફુટેજ આવ્યા સામે

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati