સુરતની મોડલના આપઘાત કેસમાં મોટો ખુલાસો, મૃતક તાનિયા ભારતીય ક્રિકેટરના સંપર્કમાં હતી
સુરતમાં તાનિયા નામની એક મોડલે આપઘાત કર્યો હતો. આ કેસમાં મૃતક તાનિયા એક ક્રિકેટરના સંપર્કમાં હોવાની માહિતી સામે આવી છે. તાનિયાના કોલ ડિટેલની તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કેસમાં ક્રિકેટરનું નામ ખુલતાં વેસુ પોલીસ ક્રિકેટરને પૂછપરછ માટે બોલાવશે.

સુરતમાં મોડલના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. સુરતમાં તાનિયા નામની એક મોડલે આપઘાત કર્યો હતો. આ કેસમાં મૃતક તાનિયા એક ક્રિકેટરના સંપર્કમાં હોવાની માહિતી સામે આવી છે. તાનિયાના કોલ ડિટેલની તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ કેસમાં ક્રિકેટરનું નામ ખુલતાં વેસુ પોલીસ ક્રિકેટરને પૂછપરછ માટે બોલાવશે. તાનિયા રણજી ટ્રોફી મેચના ક્રિકેટરના સંપર્કમાં આવી હતી. મોડેલિંગ કરતી 28 વર્ષની યુવતીએ આપઘાત કર્યો હતો. પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની આશંકા છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મોડેલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાના બનાવમાં પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન મરનાર યુવતીના ફોનમાંથી ipl ખેલાડી સાથે સંપર્ક હોવાનું સામે આવ્યું છે.
મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય તાનિયા ભવાની સિંઘના આપઘાતની તપાસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. તાનિયા સુરતમાં પરિવાર સાથે રહેતી હતી. તેના પિતા મિલમાં કામ કરતા હતા. તો તાનિયા મોડેલિંગના ક્ષેત્રમાં મોડલ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ તરીકે કામ કરતી હોવાની માહિતી મળી છે.
રવિવારની મોડી રાત્રે તાનિયા ઘરે આવી હતી અને ત્યાર બાદ ઘરમાં જ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે પરિવાર દ્વારા વેસુ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ ઘટનામાં પોલીસ તપાસમાં યુવતીના મોબાઈના સીડીઆર અને આઈપીડીઆરની પોલીસે તપાસ હાથ ધરતાં અને આપઘાત કરનાર તાનિયાના ફોન તપાસ કરતા રણજી પ્લેયર અને આઈપીએલ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
તેના ફોનમાંથી ખેલાડીને મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઇ આ અંગે આ આઈપીએલ ખેલાડીને ટેલીફોનિક જાણ કરવામાં આવી છે. અને પૂછપરછ માટે બોલાવવા કેમ તે આગામી દિવસોમાં તપાસ કર્યા બાદ નક્કી કરવામાં આવશે. તાન્યા એક ipl ટીમના ક્રિકેટર સાથે પ્રેમમાં હતી.
એક વર્ષ પહેલા તેનું બ્રેકઅપ થયું હોવા છતાં આ ખેલાડીને સતત મેસેજ કરતી હતી. યુવતીના મોબાઈલમાંથી પોલીસને કેટલાક આઈપીએલ ક્રિકેટર સાથેના ચોકાવનારા ફોટો મળી આવ્યા છે. દરમિયાન તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તાન્યા ipl ક્રિકેટરના પ્રેમમાં પણ હતી.
પોલીસે આ અંગે જણાવ્યું છે કે યુવતીના મોબાઈલ તપાસ કરતા જેટલા પણ શંકાસ્પદ સંપર્કો મળ્યા છે. તેમને પૂછપરછ કરવા બોલાવવા માટેની કાર્યવાહી કરાવી રહી છે. યુવતી iplના ખેલાડી સાથે સંપર્કમાં સીધી રીતે છે કે નહીં તે તપાસ કર્યા બાદ જ માલુમ પડશે.