AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: શહેરના મેયર આકરા પાણીએ, ઓવર સ્પીડ બસ હંકારનાર સામે કાર્યવાહી

સુરત શહેરમાં લોકોને પરિવહનમાં સરળતા રહે તેના માટે BRTS તેમજ સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરવાઈ છે. પરંતુ પુરપાટ ઝડપે ચાલતી BRTS ને કારણે ક્યારેક કોઈકનો જીવ પણ જાય છે. જેને પગલે મેયર આકરા પાણીએ આવ્યા છે.

Surat: શહેરના મેયર આકરા પાણીએ, ઓવર સ્પીડ બસ હંકારનાર સામે કાર્યવાહી
Baldev Suthar
| Edited By: | Updated on: May 15, 2023 | 7:37 PM
Share

સુરત શહેરમાં સીટી બસ અને બીઆરટીએસ બસની સમયાંતરે અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે. ઓવર સ્પીડ બીઆરટીએસ અને સીટી બસ હંકારતા ઘણી વખતે આ ડ્રાઈવરો નજરે ચડતા હોય છે, પરંતુ આજે મેયરની નજરે ચડી જતા બસ ડ્રાઈવર સામે તાત્કાલિક પગલાં લેવાયા હતા.

બસ ડ્રાઈવર ઓવર સ્પીડથી બસ હંકારી રહ્યો હતો

સુરત શહેરના મેયર કાર્યક્રમમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન તેઓ અડાજણ વિસ્તારમાંથી પાલનપુર પાટિયા તરફ જઈ રહ્યા હતા તે સમયે તેમની નજર બીઆરટીએસના ચાલક ઉપર પડી હતી. બસ તેમની ગાડીની આગળ જ હતી અને તેઓ સતત જોતા રહ્યા કે તે ખૂબ જ ઓવર સ્પીડથી બસ હંકારી રહ્યો છે. બેફામ બસ હંકારી રહેલા આ ડ્રાઈવરને રોકવો જરૂરી હતો, જેથી મેયરે તેનો પીછો કરતા સોના હોટલની નજીક બસની આગળ જ પોતાની ગાડીને ઉભી રાખી દીધી હતી.

બીઆરટીએસ બસના ચાલકે બસને પુરપાટ ઝડપે દોડાવતા મેયરે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મેયરે બસને ઉભી રખાવીને ડ્રાઈવરને આડે હાથે લીધો હતો અને તાત્કાલિક અસરથી અધિકારીઓનો પણ સંપર્ક કરી લીધો હતો. ડ્રાઈવરને લગતી વિગતો મેળવીને તેની સામે પગલાં લેવા માટે પણ સૂચન કરી દીધું હતું.

મેયરે બસ રોકવા પોતાની ગાડીને બીઆરટીએસ રૂટની અંદર જ નાખી દીધી

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે હું મારા ઘર તરફ જઈ રહી હતી, પરંતુ જે રીતે બીઆરટીએસ બસનો ચાલક ઓવર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો તેના થકી મને લાગ્યું કે આ કોઈક સાથે અકસ્માત પણ કરી શકે છે, તેથી હું મારા ઘરે જવાનું ટાળીને તેની પાછળ ગઈ અને હું પોતે મારી ગાડીને બીઆરટીએસ રૂટની અંદર જ નાખી દીધી હતી, જેથી કરીને તેને સરળતાથી ઊભો રાખી શકાય બરાબર સોના હોટલની આગળ એ બીઆરટીએસ રૂટ ઉપર આવતો હતો ત્યારે અમારી ગાડી પણ બીઆરટીએસ રૂટમાં જ હતી તેથી તેણે ઊભા રહેવાની ફરજ પડી ગઈ હતી.

આ પણ વાંચો : હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું કામ પણ પ્રગતિમાં, કેવી હશે સુવિધા, જાણો

આવી રીતે બસ હંગાળવી એ કોઈપણ વાહન ચાલક કે રાહદારી માટે જોખમ ભરેલું છે. ડ્રાઇવર અંગે તપાસ કરી તો તે સર્વિસ કોન્ટ્રાક્ટર નો કર્મચારી હતો મેં તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરવા માટે અધિકારીઓને સૂચના આપી દીધી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">