સુરત: કાપોદ્રા પોલીસે બંધ મકાનમાથી સિલિન્ડરની ચોરી કરતા શખ્સની ધરપકડ કરી

Baldev Suthar

|

Updated on: Dec 10, 2022 | 11:03 PM

સુરતમાં કાપોદ્રા પોલીસ બંધ મકાનમાંથી સિલિન્ડરની ચોરી કરતા શખ્સની ધરપકડ કરી છે. બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સિલિન્ડર ચોરતા શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 25 સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે.

સુરત: કાપોદ્રા પોલીસે બંધ મકાનમાથી સિલિન્ડરની ચોરી કરતા શખ્સની ધરપકડ કરી
સિલિન્ડરની ચોરી

સુરતમાં કાપોદ્રા પોલીસે બંધ મકાનમાંથી ગેસના બાટલાની ચોરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીએ ચોરી કરેલા 25 જેટલા ગેસના સિલિન્ડર પોલીસે જપ્ત કર્યા છે. આરોપી શહેરના કાપોદ્રા સહિત અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનને ટાર્ગેટ કરી તેમાંથી ગેસના બાટલાની ચોરી કરતો હતો. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના  સર્વેલન્સ સ્ટાફના PSI પી.જી. ડાયરા અને તેમની ટીમના માણસો અનડીટેકટ ગુના શોધવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે કાપોદ્રા પોલીસે રમેશ પરમાર નામના એક ઈસમને ઝડપી પાડ્યો હતો. રમેશ પરમાર બંધ મકાનમાંથી ગેસના બાટલાની ચોરી કરતો હતો.

બંધ મકાનમાંથી ગેસ સિલિન્ડરની કરતો ચોરી

પોલીસે જ્યારે આરોપીને ઝડપી પાડ્યો ત્યારે તેની પાસે એક ગેસની બોટલ હતી. જેથી પોલીસે ગેસના બાટલાના ઓરીજનલ બિલ, ચલણ કે પછી અન્ય માલિકીના પુરાવા માગતા આરોપી રમેશ પરમાર પાસે કોઈ પણ પુરાવો મળી આવ્યો ન હતો. તેથી પોલીસે આરોપી રમેશ પરમારની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી બપોરે તેમજ રાત્રિના સમયે બંધ મકાનના દરવાજા ચાવી વડે ખોલી ઘરની અંદરથી ગેસના બાટલાની ચોરી કરતો હતો.

પોલીસે ચોરી કરેલા 25 સિલિન્ડર કબ્જે કર્યા

કાપોદ્રા પોલીસ દ્વારા આરોપી રમેશ પરમાર પાસેથી 25 જેટલા ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા હતા. જેની કિંમત 63,500 રૂપિયા થવા પામે છે. આ ઉપરાંત આરોપી ચોરી કરતા સમયે જે મોટર સાયકલનો ઉપયોગ કરતો હતો તે મોટર સાયકલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આમ પોલીસે 25 ગેસની બોટલ અને મોટર સાયકલ કુલ મળીને 88,500ના મુદ્દામાલ સાથે આરોપી રમેશ પરમારની ધરપકડ કરી છે.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી હીરામાં મજૂરી કામ કરે છે અને તે કતારગામના ચીકુવાડી આશ્રમ પાસે મગનનગર સોસાયટીમાં રહે છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી રમેશ પરમારને પૈસાની જરૂરિયાત હોવાના કારણે ગેસની બોટલોની ચોરી કરતો હતો. આ આરોપી રમેશ પરમાર ગેસની બોટલોની ચોરી કરતો હોય તેવા CCTV કેમેરાના ફૂટેજ પણ પોલીસના હાથે લાગ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati