AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં કાતરના 25 ઘા ઝીંકી પત્નીની હત્યા કરનારો પતિ 28 દિવસ બાદ ઝડપાયો

Surat: સુરતમાં પત્ની સાથે ઝઘડો થતા આવેશમાં આવી જઈ કાતર વડે 25 જેટલા ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પત્નીની હત્યા કર્યા બાદ અમદાવાદ, મુંબઈ, લખનઉ, બનારસ અયોધ્યા સહિતના સ્થળોએ નાસતો ફરતો હતો.

સુરતમાં કાતરના 25 ઘા ઝીંકી પત્નીની હત્યા કરનારો પતિ 28 દિવસ બાદ ઝડપાયો
પત્નીનો હત્યારો ઝડપાયો
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 03, 2022 | 10:22 PM
Share

સુરતના પૂણા વિસ્તારમાં પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. પૂણા વિસ્તારમાં સીતારામ નગર સોસાયટીમાં વિભાગ-3માં રહેતા ચંદ્રશેખર સદાનંદ શર્માએ 5-11-2021ના રોજ પત્ની સંગીતાને કાતર વડે ગળા, છાતી તેમજ શરીર પર ઉપરાછાપરી 25 જેટલા ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. આ મામલે પૂણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી હત્યા કર્યા બાદ છેલ્લા 28 દિવસથી નાસતો ફરતો હતો.

હત્યા કર્યા બાદ 28 દિવસથી નાસતો ફરતો હતો આરોપી

પૂણા પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીને પોલીસે ડી.આર. વર્લ્ડ પાસેથી ફુટપાથ પર બેઠો હતો તે દરમિયાન ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જણાવ્યુ હતુ કે ગત 5.10.2022ના રોજ તે કારખાનેથી કામ પુરુ કરીને ઘરે આવ્યો હતો અને સવારે ઘરે સૂતો હતો. સવારમાં તેની પત્ની ઘરનો દરવાજો બહારથી બંધ કરી કોઈની સાથે વાત કરતી હતી. આ બાબતે આરોપીએ પૂછપરછ કરતી પત્ની ઉગ્ર બની ગઈ હતી અને હું કોઈની પણ સાથે વાત કરુ તમારે શું તેમ કહ્યુ હતુ અને એ બાબતને લઈને ઝઘડો કર્યો હતો.

પતિ-પત્નીના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ

સાંજના સમયે આરોપીની તબિયત સારી ન હોવાથી દવાખાને ગયો હતો અને દવા તેમજ સફરજન લઈને ઘરે આવ્યો હતો અને પત્નીને સફરજન કાપીને આપવાનુ કહ્યુ હતુ. ત્યારે પત્નીએ સફરજન તથા ચપ્પુ આરોપી પર ફેંકી જાતે કાપીને ખાઈ લો તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમા રોષે ભરાઈ આરોપી પતિએ કાતરના ઉપરાછાપરી 25 ઘા જીંકી પત્નીની હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી હત્યા કર્યા બાદ સુરતથી અમદાવાદ, અમદાવાદથી મુંબઈ, મુંબઈથી લખનઉ, અયોધ્યા અને બનારસ ભાગી ગયો હતો. અને આખરે પૈસા પુરા થઇ જતા તે પરત સુરત આવ્યો હતો અને સુરતમાં તે ડીઆર વર્લ્ડ પાસે ફૂટપાથ પર બેઠો હતો આ દરમ્યાન પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  હાલ પોલીસે આરોપીની મેડિકલ તપાસ કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">