Surat: લાજપોરમાં હવે જેલના કેદીઓના હાથે બનાવાયેલા ભજીયાા ખાવા મળશે, 80 લાખના ખર્ચે શરૂ કરાયું ભજીયા હાઉસ

સુરતથી નવસારી, વલસાડ કે મુંબઇ જતા લોકોને આકર્ષી શકાય આ ઉપરાંત તેની સાથે તેમને આરામ દાયક બેસવાની જગ્યા પણ મળી રહે અને સાથે ટેસ્ટી નાસ્તો મળી રહે તે માટે આઉટ હાઉસના કલ્ચરને ધ્યાનમાં રાખીને 80 લાખના ખર્ચે નવું ભજીયા હાઉસ બનાવવામાં આવ્યું છે.

Surat: લાજપોરમાં હવે જેલના કેદીઓના હાથે બનાવાયેલા ભજીયાા ખાવા મળશે, 80 લાખના ખર્ચે શરૂ કરાયું ભજીયા હાઉસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 9:03 PM

સુરતના (Surat) લોકોને ટેસ્ટ પણ મળી રહે અને સાથે સાથે કેદીઓને રોજગારી પણ મળી રહે તે હેતુથી સુરત લાજપોર જેલમાં ભજીયા હાઉસ(Bhajiya House)ની શરૂઆત કરવામાં આવી છે. આ ભજીયા હાઉસ 80 લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે. અહીં ભજિયા ઉપરાંત અલગ અલગ 17 પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણ અર્થે મુકવામાં આવી છે.

સુરતીઓને ટેસ્ટી ખાવાનું પસંદ છે. તેઓ સ્વાદના શોખીન છે. સુરતીઓને આકર્ષવા માટે આમ તો છેલ્લા 10 વર્ષ કરતાં વધુના સમયથી લાજપોર જેલના કેદીઓ દ્વારા ભજીયા હાઉસ ચલાવવામાં આવી રહ્યું હતું . પહેલાં ઉધના દરવાજા રિંગ રોડ ઉપર આવેલી જૂની સબજેલમાં આ ભજીયા હાઉસ ચાલતું હતું, જે છેલ્લા કેટલાંક વર્ષથી લાજપોર શિફ્ટ થઈ ગઈ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સુરતથી નવસારી, વલસાડ કે મુંબઈ જતા લોકોને આકર્ષી શકાય આ ઉપરાંત તેની સાથે તેમને આરામદાયક બેસવાની જગ્યા પણ મળી રહે અને સાથે ટેસ્ટી નાસ્તો મળી રહે તે માટે આઉટ હાઉસના કલ્ચરને ધ્યાનમાં રાખી ને આ 80 લાખના ખર્ચે નવું ભજીયા હાઉસ બનાવવામાં આવ્યું છે.

આ ભજીયા હાઉસની ખાસિયત એ છે કે અહીં જેલના કેદીઓ દ્વારા જ તમામ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ભજીયા હાઉસનું સંચાલન પણ તેમના જ હસ્તે થશે .અહીં ભજિયા ઉપરાંત જુદા જુદા પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણમાં મુકવામાં આવી છે. જે સંપૂર્ણ હાઈજિનિક છે. અહીં આવતા લોકોને તો નવો ટેસ્ટ મળશે જ, પરંતુ કેદીઓને હાથે અહીં વાનગીઓ વેચાણમાં મુકવાના આ કન્સેપ્ટને કારણે કેદીઓને પણ પગભર થવાનો મોકો મળશે.

સુરતમાં એમ પણ લારી કલચર અને નાસ્તાની લારીઓ અને ઢાબાનું ચલણ ખુબ વધારે છે. સુરતમાં રિંગરોડ પર આવેલી જૂની સબજેલ પર કેદીઓના હાથે બનતા ભજીયા સુરતીઓએ ભરપેટ ખાધા છે પણ હવે લાજપોરમાં પણ કેદીઓને પગભર થવાનો મોકો આ ભજીયા હાઉસ થકી મળ્યો છે. અહીં જૂનું જે હાઉસ હતું, ત્યાં બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હતી પણ હવે આ નવા ભજીયા હાઉસમાં બેસવાની યોગ્ય વ્યવસ્થાની સાથે અહીંથી અવરજવર કરતા લોકોને ભજીયા ખાવાની મજા માણવાનો મોકો પણ મળશે.

આ પણ વાંચો : Surat : રખડતા ઢોરોના ત્રાસના ઉકેલ માટે નવી નીતિ રજૂ, હવે દંડ 500 થી 4000 સુધીનો કરાશે

આ પણ વાંચો : Surat : આજે વર્લ્ડ હાર્ટ ડે : રાજ્યમાં સૌથી વધુ હૃદયનું દાન કરવામાં સુરત “દિલ” દાર

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">