Surat : આજે વર્લ્ડ હાર્ટ ડે : રાજ્યમાં સૌથી વધુ હૃદયનું દાન કરવામાં સુરત “દિલ” દાર

કોરોના મહામારી દરમ્યાન આખા દેશમાં અંગદાનના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો. તેવા સમયે પણ સુરતથી ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા 10 હૃદયના દાન કરાવવામાં આવ્યા છે. સુરમાં સૌથી વધુ 36 જયારે અમદાવાદમાં 6 હૃદય દાન 2015 થી લઈને અત્યારસુધી કરવામાં આવ્યા છે. 

Surat : આજે વર્લ્ડ હાર્ટ ડે : રાજ્યમાં સૌથી વધુ હૃદયનું દાન કરવામાં સુરત દિલ દાર
Surat: Today is World Heart Day: Surat has the highest number of heart donations in the state
Follow Us:
| Updated on: Sep 29, 2021 | 12:42 PM

હૃદયના (Heart ) સ્વાસ્થ્ય માટે લોકોને જાગૃત કરવા માટે આખા વિશ્વમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની 29 તારીખને વર્લ્ડ હાર્ટ ડે (World Heart Day ) તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યમાં સુરતીલાલાઓ (Suratis ) દાનમાં સૌથી અગ્રેસર રહ્યા છે એ વાત કોઈનાથી અજાણ નથી.

તેવામાં અંગદાનમાં પણ સુરત શહેર સૌથી વધુ અગ્રેસર છે. આજે વિશ્વ હ્ર્દય દિવસ છે ત્યારે સૌથી વધુ હૃદય દાન કરવામાં પણ સુરત શહેર રાજ્યમાં સૌથી આગળ છે.

આજના સમયમાં દોડધામ ભરી લાઈફ સ્ટાઇલ અને ભોજનની અવ્યવસ્થિત આદતોને કારણે નાની ઉંમરથી લઈને વૃધ્ધો સુધી અનેક લોકોમાં હ્ર્દયને લઈને બીમારીઓ જોવા મળે છે. હ્ર્દયની બીમારી ધરાવતા લોકોને બ્રેઈન ડેડ લોકોના હ્ર્દયના દાનથી નવજીવન મળે છે. ત્યારે પશ્ચિમ ભારતમાં ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી સૌ પ્રથમ વખત આંતરરાજ્ય હૃદય દાન કરવાનું શ્રેય સુરતને ફાળે જાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સુરત માટે ગૌરવની વાત એ છે કે સૌથી વધારે હૃદયનું ડોનેશન સુરત શહેરે કર્યું છે. આખા રાજ્યમાં હાર્ટ ડોનેશનમાં સુરત શહેરનું સ્થાન પહેલું આવે છે. પશ્ચિમ ભારતમાં પણ સૌ પ્રથમ વાર આંતરરાજ્ય હૃદય ડેન કરવાનું શ્રેય સુરત અને ડોનેટ લાઈફ સંસ્થાને ફાળે જાય છે. ગુજરાતમાંથી અત્યારસુધી 47 હૃદયના દાન થયા છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા 36 હૃદય ડોનેટ કરવામાં આવ્યા છે. જેમાંથી 22 હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 5 હૃદય ચેન્નાઇ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

કેવી રીતે થાય છે ઓર્ગન ડોનેશન..?? જ્યારે હોસ્પિટલમાંથી ડોનેટ લાઇફને દર્દીનો બ્રેઇન ડેડ અંગેનો કોલ આપવામાં આવે છે, ત્યારે તેઓની ટીમ હોસ્પિટલ પહોંચી જતી હોય છે. જ્યાં પહેલા તો દર્દીના પરિવારજનોને બ્રેઇન ડેડ એટલે શું તે અંગે માહિતી આપવામાં આવે છે અને તેઓને કન્વીન્સ કરવામાં આવે છે કે, જો દર્દીનું મોત નીપજે અને બાદમાં તેને અગ્નિદાહ આપવામાં આવે તો તે, તો અંતે તો રાખ જ બની જવાનું છે, પરંતુ જો તેના ઓર્ગન ડોનેટ કરાવામાં આવે તો કેટલાયને નવજીવન આપી શકાય.

જો બ્રેઇન ડેડના પરિવારજનો હાર્ટ ડોનેટ કરવા માટે તૈયાર થાય તો, તાત્કાલિક ધોરણે મુંબઇ ખાતે આ અંગે જાણ કરવામાં આવે છે અને જો જરૂર જણાય તો મુંબઇથી ડોકટરની ટીમ સુરત આવી પહોંચે છે. મહત્વની વાત એ છે કે, હ્દય ટ્રાન્સપ્લાન્ટમાં સમય ખુબ જ ઓછો હોય છે. દર્દીના બ્લડ બંધ થવાથી લઇને સામે વાળા દર્દીનું બ્લડ ચાલુ થાય તે માટે ફકત 4 કલાકનો જ સમય હોય છે. આ સમયમાં દર્દીના ઓપરેશનથી માંડીને ટ્રાવેલિંગનો સમાવેશ થઇ જતો હોય છે.

સામાન્ય રીતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે રૂપિયા 20 લાખનો ખર્ચ થતો હોય છે અને જો સમયસર જો હ્દયને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં નહીં આવે તો તે બિનઉપયોગી બની જતું હોય છે. ઓર્ગન સમયસર હોસ્પિટલથી એરપોર્ટ સુધી પહોંચે તે માટે પોલિસ દ્રારા  ગ્રીન કોડીનોરની સેવા ઉપલબ્ધ કરાય છે. જેમાં એમ્બ્યુલન્સ નીકળવાની હોય તે પહેલા એરપોર્ટ સુધીનો રસ્તા પર અંદાજિત 100થી વધુ ટ્રાફિક જવાનો ગોઠવી દેવામાં આવે છે અને રસ્તો એમ્બ્યુલન્સ માટે ખુલ્લો કરી દેવામાં આવે છે કે જેને લઇને સમયનો બચાવ થાય.

આટલો મસમોટો ખર્ચો એક સામાન્ય વ્યકિત કે, ગરીબ વ્યકિત પહોંચી નહી શકે. જો કે, કળીયુગમાં માનવતા મરી પરવારી હોય તે કહેવતને અહીં ખોટી સાબિત કરી છે.. મુંબઇની વિવિધ એનજીઓ દ્વારા આવા દર્દીઓ માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટેનો સંપૂર્ણ ખર્ચ ચુકવવામાં આવે છે કે, જેથી એક યુવાનને નવી જિંદગી મળી શકે.

દેશમાં સૌથી નાની ઉંમરના 14 મહિનાના બાળકનું હૃદયનું દાન કરવાવવાનું શ્રેય પણ સુરતને જાય છે. કોરોના મહામારી દરમ્યાન આખા દેશમાં અંગદાનના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો. તેવા સમયે પણ સુરતથી ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા 10 હૃદયના દાન કરાવવામાં આવ્યા છે. સુરમાં સૌથી વધુ 36 જયારે અમદાવાદમાં 6 હૃદય દાન 2015 થી લઈને અત્યારસુધી કરવામાં આવ્યા છે.

ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં હૃદયની સમસ્યાઓથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો છે. ત્યારે હૃદયના સ્વસ્થ માટે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું જોઈએ. દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ વોકિંગ, સાઈકલિંગ કે યોગા કરવા જોઈએ. મીઠું, ખાંડ કે ચરબીયુક્ત ખોરાક ઓછો ખાવો જોઈએ. ભોજનમાં ફળ અને સલાડનો ઉપયોગ વધુ કરવો જોઈએ.

આ પણ વાંચો :

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતમાં તાપી નદી બે કાંઠે, કોઝવેની જળસપાટી પણ વધી

આ પણ વાંચો :

Surat : સિવિલના તબીબોએ નિભાવ્યોએ માનવ ધર્મ, આદિવાસી મહિલાનું ઓપરેશન ફ્રીમાં કરી મહિલાને આપ્યું નવજીવન

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">