Surat: સચીન GIDCમાં થયેલી ગેસ લીકેજ દુર્ઘટના મામલે ત્રણ મહિના બાદ ઉચ્ચ સ્તરે તપાસ શરૂ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ટીમ GIDC પહોંચી

સુરતમાં 6 જાન્યુઆરીના રોજ સચીન જીઆઈડીસીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. આ ઘટનામાં 6 મજુરોના મોત થયા હતા. ઘટના એવી બની હતી કે સચીન જીઆઈડીસીમાં રોડ પર પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થયું હતું. આ ટેન્કર અંકલેશ્વરથી આવ્યું હતું, જેમાં ઝેરી વેસ્ટ કેમિકલ ભરેલું હતું. આ

Surat: સચીન GIDCમાં થયેલી ગેસ લીકેજ દુર્ઘટના મામલે ત્રણ મહિના બાદ ઉચ્ચ સ્તરે તપાસ શરૂ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ટીમ GIDC પહોંચી
Surat: High level probe into gas leak in Sachin GIDC (Symbolic Image)
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 05, 2022 | 10:53 AM
સુરતની (Surat) સચીન જીઆઈડીસી વિસ્તારમાં જાન્યુઆરી 2022માં બનેલી ગેસ લીકેજ (Gas leakage) ની ઘટનામાં 6 મજૂરોના મોત થયા હતા, જ્યારે 23થી વધુ લોકો બીમાર પડ્યા હતા. આ ઘટનામાં હવે ત્રણ મહિના બાદ ઉચ્ચ સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસના નેતૃત્વમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (National Green Tribunal)ની ટીમ સચીન જીઆઈડીસી આવી પહોંચી હતી. આ ટીમના સભ્યો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર, સુરત પોલીસ કમિશનર, જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓ સહિત જવાબદાર તંત્રને તીખા સવાલો કરવામાં આવ્યા હતા.
સુરતમાં 6 જાન્યુઆરીના રોજ સચીન જીઆઈડીસીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. આ ઘટનામાં 6 મજુરોના મોત થયા હતા. ઘટના એવી બની હતી કે સચીન જીઆઈડીસીમાં રોડ પર પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થયું હતું. આ ટેન્કર અંકલેશ્વરથી આવ્યું હતું, જેમાં ઝેરી વેસ્ટ કેમિકલ ભરેલું હતું. આ ઝેરી કેમિકલના લીધે વાતાવરણમાં ઝેર ભળ્યું હતું અને નજીકની વિશ્વા પ્રેમ મિલમાં ઊંઘતા 10 કારીગર અને અન્ય મજૂરોના શ્વાસ રૂંધાયા હતા. ગૂંગળાઈ જવાના લીધે 6 જણાના મોત થયા હતા, જ્યારે 23 લોકો અસર પામ્યા હતા.આ ઘટનામાં કેમિકલ ટેન્કરના ડ્રાઈવર, કેમિકલ મોકલનાર કંપનીના માલિકો સહિત અનેક લોકોની ધરપકડ થઈ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરથી ચાર આરોપીની ધરપકડ બાદ સંગમ એન્વાયરોમેન્ટ કંપનીના આશિષ ગુપ્તા અને તેના ભાગીદાર મૈત્રેય વેરાગી અને નિલેશ બહેરાની ધરપકડ કરી હતી.

હવે આ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ થઈ છે. દિલ્હી હાઇકોર્ટના નિવૃત ચીફ જસ્ટિસ બીસી.પટેલના અધ્યક્ષપદ હેઠળની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ટીમે સચિન જીઆઇડીસીના નોટિફાઇડ ભવનમાં અધિકારીઓ સાથે બેઠક હાથ ધરી. સચિન જીઆઇડીસીમાં ચાલી રહેલી બેઠકમાં ઉદ્યોગ સંગઠનોને પ્રવેશ આપવામાં આવ્યો નથી. કોઈની રજુઆત સાંભળવામાં આવી નહીં. આ ટીમ દ્વારા દુર્ઘટનાની સ્થળની પણ મુલાકાત લેવામાં આવી. આ ઉપરાંત જીઆઇડીસી, જીપીસીબીના અધિકારીઓ પાસે દુર્ઘટના પછી શું પગલાં લીધા, કયા સુધારા કર્યા સહિતનો લેખિત રિપોર્ટ માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જીઆઇડીસીના એમડી એમ. થેન્નારાસન, ચીફ એન્જીનિયર વસાવા, સુરત કલેક્ટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજય તોમર, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જિજ્ઞાબેન ઓઝા, મહાનગરપાલિકાના કમિશ્નર બીએસ.પાની, નોટિફાઇડ જીઆઇડીસીના સ્થાનિક અધિકારીઓના સાથે મીટિંગ પણ કરી હતી. જેમાં અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જાણવા મળ્યા અનુસાર તપાસ ટીમ દ્વારા આ અધિકારીઓને તીખા સવાલો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Kheda: રાજ્યમાં વધુ એક ધોરણ 10ના વિદ્યાર્થીનું પરીક્ષા દરમિયાન મોત, દિવ્યાંગ વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં જ ઢળી પડ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">