Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરિધામ સોખડાનો વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો, પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ધાકધમકી આપ્યાનો પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના હરિભક્તોનો આક્ષેપ

હરિધામ સોખડાનો વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો, પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ધાકધમકી આપ્યાનો પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના હરિભક્તોનો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 8:34 AM

પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના હરિભક્તોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે પ્રબોધ સ્વામી જૂથના હરિ ભકતો દ્વારા મારી નાખવાની ધમકી અપાઈ રહી છે. જૂથના સુરત સમિતિના સભ્ય એવા પ્રવીણભાઈને ઘરે આવીને ધાકધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

હરિધામ સોખડા (Haridham Sokhada) નો વિવાદ હવે સુરત (Surat) સુધી પહોંચ્યો છે. ત્યાં પ્રબોધ સ્વામી (Prabodh Swami) જૂથના હરિભક્તો દ્વારા ધાકધમકી આપવામાં આવી હોવાની બાબત સામે આવી છે. પ્રેમ સ્વરૂપ સ્વામી (Prem Swarup Swami) ના હરિભક્તોને ધમકી આપવામાં આવી રહી હોવાના આક્ષેપ કરી પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના હરિભક્તો સુરત પોલીસ કમિશનારને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ધમકી આપનાર સામે કાર્યવાહી કરવાની માગણી કરાઈ હતી.

પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના હરિભક્તોએ રજૂઆત કરી હતી કે પ્રબોધ સ્વામી જૂથના હરિ ભકતો (Haribhakta)  દ્વારા મારી નાખવાની ધમકી અપાઈ રહી છે. જૂથના સુરત સમિતિના સભ્ય એવા પ્રવીણભાઈને ઘરે આવીને ધાકધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સર્વ મંગળ સ્વામીનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેને લઈને પણ વિરોધ નોંધાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ હરિભક્તો અને સંતોની સંમતિથી પ્રબોધસ્વામી અને પ્રેમસ્વરૂપસ્વામીને સંયુક્ત રીતે ગાદીપતિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી. જો કે, એ વખતે બંને જૂથના ભક્તોમાં ભારોભાર અસંતોષ વ્યાપ્યો હતો જેને હવે ઉગ્ર સ્વરૂપ પકડી લીધું છે અને કોઈનું નિયંત્રણ ન હોય એમ બંને જૂથો પોતાપોતાની રીતે વર્તી રહ્યા છે અને એકબીજાને નીચા દેખાવડા માટે સમાંતર કાર્યક્રમો યોજી રહ્યા છે.

આ પણ વાંચોઃ વડોદરા શહેર જિલ્લામાં કોવિડ – 19 થી મૃત્યુના કિસ્સામાં 10407 મૃતકોના વારસદારોને રૂ.52 કરોડની સહાય ચૂકવવામાં આવી

આ પણ વાંચોઃ Kheda: રાજ્યમાં વધુ એક ધોરણ 10ના વિદ્યાર્થીનું પરીક્ષા દરમિયાન મોત, દિવ્યાંગ વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં જ ઢળી પડ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">