Surat : મેટ્રોરેલની કામગીરી ઝડપી બની, 72 માંથી 68 હેકટર જમીન સંપાદિત કરી દેવાઈ
ટર્નલ બોરીગ મશીનથી ટુંક સમયમાં કામગીરી શરૂ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસાને પગલે કામગીરી અટવાય નહી તે માટે અંડરગ્રાઉન્ડ થનારી કામગીરી ઝડપથી પુર્ણ કરી દેવામાં આવશે એવુ મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
મેટ્રોરેલ (Metro Rail ) માટે જરૂરી 72 હેકટર પૈકી 68 હેકટર જગ્યા પ્રાપ્ત થઇ જતા મેટ્રોરેલનું કામ ઝડપથી વધી રહ્યું છે . મેટ્રો કોરીડોર(Corridor ) માટે 2566 સ્થળ પર પાઇલિગ કરવાનું હોય 367 જગ્યા પર પાઈલીંગની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. આ સાથે ડ્રીમસીટી પાસે પિલર ઉભા કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડવાના હેતુસર સુરત શહેરમાં મેટ્રો રેલ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરથાણાથી ડ્રીમસીટી ખજોદ અને ભેસાણથી સારોલી સુધીના બે રૂટ પર મેટ્રો દોડાવવામાં આવનાર છે. જેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ મેટ્રોરેલ પ્રોજેકટ અંગે જણાવ્યું હતું કે , મેટ્રો રેલ માટે 72 હેકટર જગ્યાની જરૂરીયાત છે. જે પૈકી 68 હેકટર જગ્યા મળી જતા કામગીરી ઝડપથી થઇ રહી છે. બાકીની 4 હેકટર જગ્યા પણ થોડા સમયમાં મળી જશે. મેટ્રોરેલ દોડાવવા માટે ડ્રીમ સીટી પાસે પિલર ઉભા કરવાનું કામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ સાથે ડેપોનું કામ પણ આગળ વધી રહ્યું છે.
સુરતમાં એલિવેટેડ રૂટના પીલરના કન્સ્ટ્રક્શનનું કામ પણ શરૂ કરી દેવાયું છે. તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે જરૂરી એવા ટનલ બોરીંગ મશીનના ટેસ્ટીંગની કામગીરી પણ પુર્ણ થઈ ચુકી છે. સાથે સાથે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના ફેઝ -1 તેમજ ફેઝ -2 ના તમામ રૂટ માટેના ટેન્ડરો પણ હવે બહાર પાડી દેવાયા છે .
જેથી સુરત મેટ્રોની કામગીરી પણ ઝડપ પકડી રહી છે. તો હવે જીએમઆરસી દ્વારા સુરત મેટ્રો માટે જરૂરી ટર્નઆઉટ ટ્રેક માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે.શહેરમાં મેટ્રોનાં કુલ 39 સ્ટેશન આકાર લેશે. જેમાં વિવિધ સ્ટેશનોમાં આગવી ઓળખ આપવા માટે વિવિધતા સાથે સ્ટેશન બનાવાશે . જેમાં ડ્રીમ સિટી પાસે બનનારા ડ્રીમ સિટીનું મેટ્રો સ્ટેશન કોહિનૂર ડાયમંડ આકારનું હશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે , મેટ્રો કોરીડોર માટે 2566 સ્થળ પર પાઇલિગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી 367 જગ્યા પર પાઇલિગનું કામ પુર્ણ કરી દેવામાં આવ્યું છે. જયારે 3381 જમીન પૈકી 985 જગ્યા પર પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે , ચોકબજારથી કામરેજ સુધી અંડરગ્રાઉન્ડ મેટ્રોરેલ દોડાવવામાં આવનાર હોય ટર્નલ બોરીગ મશીનથી ટુંક સમયમાં કામગીરી શરૂ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસાને પગલે કામગીરી અટવાય નહી તે માટે અંડરગ્રાઉન્ડ થનારી કામગીરી ઝડપથી પુર્ણ કરી દેવામાં આવશે એવુ મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :
Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી
Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-