Kheda: રાજ્યમાં વધુ એક ધોરણ 10ના વિદ્યાર્થીનું પરીક્ષા દરમિયાન મોત, દિવ્યાંગ વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં જ ઢળી પડ્યો
ચાલુ પરીક્ષાએ સ્નેહલ પરસેવે રેબઝેબ થઈ જતા ત્યાં જ બેહોશ થઈ ગયો હતો. તાત્કાલિક 108 દ્વારા વિદ્યાર્થીને સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ખેડા (Kheda) જિલ્લામાં માતર તાલુકાના લીંબાસીની નવચેતન હાઈસ્કૂલમાં ધોરણ 10ની વિજ્ઞાન (Science) વિષયની પરીક્ષા (exam) આપતા એક વિદ્યાર્થી (student) ને ચાલુ પરીક્ષાએ હૃદયરોગ (Heart attack) નો હુમલો આવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે 108 માં ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. માતર તાલુકાના માલાવાડા ખાતે રહેતો સ્નેહલ ભોઈ ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. હાલમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં સ્નેહલ ભોઈનો લીંબાસી નવચેતન હાઈસ્કૂલ માં નંબર આવ્યો હતો. જ્યાં તે બ્લોક નંબર એકમાં સોમવારે વિજ્ઞાન વિષયની પરીક્ષા આપવા બેઠો હતો.
દરમિયાન ચાલુ પરીક્ષાએ સ્નેહલને ગભરામણ થઈ તે પરસેવે રેબઝેબ થઈ જતા ત્યાં જ બેહોશ થઈ ગયો હતો. જેથી સુપરવાઇઝરે તાત્કાલિક શાળા સંચાલકને જાણ કરતા તેઓએ 108 દ્વારા સ્નેહલ ભોઈને સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે સ્નેહલ ભોઇને મૃત જાહેર કરતાં પંથકમાં ભારે ગમગીની વ્યાપી જવા પામી હતી.
લિંબાસી પોલીસના ઈન્ચાર્જ પીએસઆઈ આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે છોકરાને વાઈના હુમલાનો એપિસોડ હતો જેના કારણે તેની માતા તેના પરીક્ષા કેન્દ્રની બહાર બેસતી હતી. જો કે, બોર્ડ સત્તાવાળાઓ અથવા શાળાએ આ કેસમાં કોઈ કાનૂની કાર્યવાહી શરૂ કરી ન હતી, ચૌધરીએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Surat: ઓલપાડના ખેડૂતોના સિંચાઇના પાણી માટે વલખા, ડાંગરનો ઉભો પાક સુકાવાના આરે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો