Surat હવે બન્યું ઓર્ગન ડોનર સીટી, બે બ્રેઈનડેડ વ્યક્તિઓએ આપ્યું 19 વ્યક્તિઓને નવું જીવન

ગુજરાતમાં છેલ્લા 19 દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે એક સાથે બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ બીજી ઘટના.

Surat હવે બન્યું ઓર્ગન ડોનર સીટી, બે બ્રેઈનડેડ વ્યક્તિઓએ આપ્યું 19 વ્યક્તિઓને નવું જીવન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 5:31 PM

Surat: વલસાડ ખાતે રહેતા 57 વર્ષીય વિરેન્દ્ર ખીમજી દેઢિયા કે જેઓ વલસાડમાં ડીલક્ષ ઝેરોક્ષ સેન્ટરના નામથી સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન ચલાવતા હતા.

મંગળવારના રોજ વિરેન્દ્રભાઈને એકા-એક બ્લડપ્રેસર વધી જવાથી લકવાની અસર જણાતા પરિવારજનોએ તેમને તાત્કાલિક વલસાડની હોસ્પિટલમાં દાખલ કર્યા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ (Brain Hemerage) હોવાનું નિદાન થતાં પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જ્યારે કતારગામ ખાતે રહેતા 40 વર્ષીય જમનભાઈ પોપટભાઈ ગોંડલીયા કે જેઓ રત્નકલાકાર તરીકે કાર્ય કરતા હતા. તેઓ બુધવારે જમીને બેઠા હતા, ત્યારે બ્લડપ્રેસર વધી જવાને કારણે બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં  સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

શુક્રવારે ડોક્ટરોએ વિરેન્દ્રભાઈ અને જમનભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા. હોસ્પિટલના તબીબોએ અને ડોનેટ લાઈફની ટીમે બંને પરિવારોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા તેઓ અંગદાન માટે તૈયાર થતા તેઓની 2 કિડની, 2 લિવર, 1 હૃદય અને 2 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું, જેનાથી 7 વ્યક્તિઓને નવુંજીવન મળ્યું.

સુરતની હોસ્પિટલથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની MGM હોસ્પિટલમાં આસામના રહેવાસી 39 વર્ષીય ખેડૂતમાં કરવામાં આવ્યું છે. આ યુવક 2019થી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા મહિનામાં તેના હૃદયનું પમ્પીંગ 5% થી 10% જેટલું થઈ ગયું હતું.

દાનમાં મેળવવામાં આવેલા એક લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભિલોડા, સાબરકાંઠાના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં અને બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 13 વર્ષીય બાળકમાં અમદાવાદની IKDRCમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાના રહેવાસી 29 વર્ષીય યુવકમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

કિરણ હોસ્પિટલમાં અત્યાર સુધી 12 કિડનીના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જે બધા જ ટ્રાન્સપ્લાન્ટ લાઈવ એટલે કે દર્દીના પરિવારમાંથી કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. સુરતમાં સૌપ્રથમ વખત કિરણ હોસ્પિટલમાં કેડેવરિક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. ગુજરાતમાં છેલ્લા 19 દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે એક સાથે બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ બીજી ઘટના છે, જેના થકી કુલ 19 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.

ગુજરાતમાંથી હૃદયદાનની આ 47મી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ 36મી ઘટના છે, જેમાંથી 22 હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 5 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઈન્દોર અને 1 હૃદય નવી દિલ્હીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. હ્રદય, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોવીડ 19ની મહામારી પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન 42 કિડની, 24 લિવર, 10 હૃદય, 14 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 40 ચક્ષુઓ સહીત કુલ 131 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ 121 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 402 કિડની, 169 લિવર, 8 પેન્ક્રીઆસ, 36 હૃદય, 18 ફેફસાં અને 304 ચક્ષુઓ કુલ 937 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 859 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો : Surat : ગેસ કપંનીના કર્મચારીની ઓળખ આપીને ઠગાઈ કરનાર પિતા પુત્ર ઝડપાયા

આ પણ વાંચો : Surat : વરસાદમાં હરિપુરા વિસ્તારમાં દુષિત પીવાના પાણી પીવાની બુમરાણ

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">