Surat : સુરત એરપોર્ટ પર કાર્ગોની ફેસિલિટી પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવા વેપારીઓની માગ
સુરતના વેપારીઓ (Traders )ખાસ કરીને હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, ગોવા જેવા શહેરોમાં માલ મોકલવા માટે અમદાવાદ એરપોર્ટની કાર્ગો સુવિધા પર વધુ આધાર રાખે છે.
સુરત એરપોર્ટથી(Airport ) ત્રણ એરલાઇન્સ ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલથી(Terminal ) કાર્ગો સુવિધા પૂરી પાડી રહી છે, પરંતુ કાર્ગો (Cargo )ટર્મિનલ તેની ક્ષમતા કરતાં ઘણું ઓછું કામ સંભાળી રહ્યું છે. ફોસ્ટા એટલે કે ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મેમોરેન્ડમ સુપ્રત કરવામાં આવ્યું છે હતું. તેમણે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ ડોમેસ્ટિક કાર્ગો કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન જાન્યુઆરી 2020માં કરવામાં આવ્યું હતું.
આજે પણ સુરત એરપોર્ટ પરથી સુરત ટેક્સટાઈલ બિઝનેસનો માલ જે મોકલવામાં આવે છે તેની ડિલિવરી દરરોજ કરવામાં આવતી નથી. સુરત એરપોર્ટ પર 3 થી 4 દિવસ સુધી માલ પડી રહે છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પરથી વેપારીઓને તેમનો માલ મોકલવાની ફરજ પડી રહી છે કારણ કે અહીં સુરત કાર્ગો કરતાં વધુ સારી વ્યવસ્થા અને સુવિધાઓ છે.
હાલમાં સુરત શહેરમાંથી દરરોજ 22 ટન કાપડ, 30 ટન કુરિયર્સ અને સેમ્પલ, 20 ટન મશીનરી, દવાઓ અને એક ટન કિંમતી ચીજવસ્તુઓ સુરતથી અમદાવાદ એરપોર્ટ ફાસ્ટ કાર્ગો કોમ્પ્લેક્સ ફોર મેટ્રો અને ટુ ટાયર સિટીમાં પરિવહન થાય છે. સુરતના વેપારીઓ ખાસ કરીને હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, ગોવા જેવા શહેરોમાં માલ મોકલવા માટે અમદાવાદ એરપોર્ટની કાર્ગો સુવિધા પર વધુ આધાર રાખે છે.
અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સામાન મોકલીને સસ્તા અને રોજેરોજ સામાનની ડિલિવરી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સુરતથી શારજાહની સુવિધા સપ્તાહમાં એક વખત ઉપલબ્ધ છે, જેના કારણે એરપોર્ટની સુવિધા માટે આંતરરાષ્ટ્રીય કાર્ગોની સુવિધા આપવી જરૂરી છે.
આ બાબતને ગંભીરતાથી લઈને સુરત શહેરના કાપડના વેપારીઓને પોષણક્ષમ દરે વધુ સારી સુવિધા મળી રહે તે માટે એર કાર્ગો ટર્મિનલનું નિર્માણ કરવું જોઈએ. તેમજ સુરતે કાપડના વેપારીઓના રોજના પાર્સલ મોકલવા માટે આવી સુવિધા આપવી જોઈએ. જેથી સુરત કાર્ગોનું કામ વધે અને વેપારીઓની અમદાવાદ મોકલવાની મજબૂરીનો અંત આવે અને તેઓને આર્થિક રીતે બચાવી શકાય. જેથી વ્યવસ્થાઓને પ્રાધાન્ય આપીને, યોગ્ય પગલાં લેવાવા જોઈએ અને સુરતના કાર્ગોની સગવડતામાં વધારો કરવો જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.