Surat Crime News : બેંકની બહાર લોકોની રેકી કરીને રૂપિયાની લૂંટ ચલાવતી ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા

તેમની પૂછપરછમાં(Inquiry )જાણવા મળ્યું હતું કે આ લોકો થોડા સમય પહેલા મહિધરપુરા વિસ્તારમાં થયેલી બેન્ક ઓફ બરોડા ની બહાર જે ચીટીંગ કરવામાં આવી હતી તેને પણ આ બંને શખ્સોએ અંજામ આપ્યો હતો.

Surat Crime News : બેંકની બહાર લોકોની રેકી કરીને રૂપિયાની લૂંટ ચલાવતી ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા
Cheaters nabbed by Surat Police (File Image )
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 29, 2022 | 4:11 PM

સુરત (Surat )શહેરમાં અલગ અલગ બેંકોની બહાર રેકી કરી રૂપિયા(Cash ) ઉપાડવા આવતા અને રૂપિયા ભરવા આવતા લોકોને નશા યુક્ત કોઈ વસ્તુ ખવડાવી રૂપિયાની(Money ) છેતરપિંડી કરીને લૂંટી લેતી ગેંગને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. આ તપાસમાં બીજા અનેક ગુના ઉકેલાય તેવી શક્યતા પોલીસને લાગી રહી છે. થોડા સમય પહેલા મહિધરપુરા વિસ્તારની અંદર થયેલી ચીટીંગ નો ભેદ પણ ઉકેલાતા મહિધરપુરા પોલીસે આરોપીઓનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે,

સુરત એ મીની ભારત કહેવાય છે. કારણ કે સુરત શહેરમાં ભારતના અલગ અલગ રાજ્યો અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો રોજગારી માટે સુરતમાં આવતા હોય છે અને પોતાના પરિવાર સાથે રહેતા હોય છે. તેવામાં ચીટીંગ કરતા ઈસમો કે ગેંગ શહેરમાં નિર્દોષ અને ભોળા લોકોની સાથે છેતરપિંડી કરતા હોય છે.

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં થોડા સમય પહેલા બેન્ક ઓફ બરોડામાં એક વ્યક્તિ રૂપિયા ઉપાડીને પરત ફરી રહ્યો તે દરમિયાન કેટલાક ઈસમો તેની રેકી કરી તેની પાછળ પાછળ ગયા હતા. અને ત્યારબાદ ફરિયાદી ગુટખા ખાતો હોવાથી તેને ગુટખા ની અંદર ઘેનયુક્ત પદાર્થ નાખીને ગુટખા ખવડાવી હતી. જેથી ફરિયાદી થોડા સમય માટે બેભાન થતાની સાથે તેની પાસે રહેલ 1.5 લાખ રૂપિયા રોકડા લઈ અને તેની જગ્યાએ રોકડની ડુપ્લીકેટ થપ્પી મૂકીને આ ગેંગ ફરાર થઈ ગઈ હતી. આ આરોપીઓ ના નામ સતનામ ઉર્ફે પપુ શાહબદીન રાવત અને યોગેશ ઉર્ફે રાહુલ નામદેવ પાટીલ હોવાનું સામે આવ્યું છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કેવી હતી મોડેસ ઓપરેન્ડી ?

સુરત શહેરની અંદર આમ અલગ અલગ વિસ્તારોમાં આવેલી બેંકો અને ઓફિસોની બહાર લોકોને કોઈને કોઈ વાતોમાં ભોળવી અથવા તો કોઈ ઘેન યુક્ત પદાર્થ ખવડાવી તેમની પાસે રહેલ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ભાગી છુટતા કરતા હોય છે અથવા તો તેમની પાસે રહેલ રોકડ રૂપિયા લઈને અને તેની સામે ડુપ્લીકેટ રૂપિયા આપી ચીટીંગ કરતા હોવાના કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે. તેવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા માહિતીના આધારે આ ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ₹50,000 થી વધુ રોકડ રૂપિયા પણ કબજે કરવામાં આવી છે.

તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ લોકો થોડા સમય પહેલા મહિધરપુરા વિસ્તારમાં થયેલી બેન્ક ઓફ બરોડા ની બહાર જે ચીટીંગ કરવામાં આવી હતી તેને પણ આ બંને શખ્સોએ અંજામ આપ્યો હતો. આ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી માં પણ કેદ થઈ હતી. જેના આધારે હાલમાં મહિધરપુરા પોલીસે આ બંને આરોપીઓની અટક કરી અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે/ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ લોકો સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના અલગ અલગ જગ્યામાં પણ આ રીતની ચીટીંગ કર્યા હોવાની વાતો સામે આવી રહી છે જે બાબતે પણ સુરત પોલીસ દ્વારા હાલમાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">